પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને ફુલોનો દિવ્ય શણગાર તથા સુખડીનો અન્નકૂટ એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

0

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ ૧૮-૦૯-૨૦૨૪ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળ-ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારીસ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમ નિમિત્તે સાંજે ૦૫ઃ૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૭ઃ૦૦ કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવી હતી.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને સફેદ હંસની થીમવાળા વાઘા અને સિંહાસને ફળ-ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને ૨૦૦ કિલો એન્થોરિયમ, ગુલાબ, સફરજ અને દાડમનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ અને ફ્રુટ વડોદરાથી મંગાવ્યા છે. તો દાદાને આજે ૩૦૦ કિલો સુખડીનો અન્નકુટ પણ ધરાવાયો છે. ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતા.

error: Content is protected !!