ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ નીચેના ભાગે આવેલા ટી.વી.એસ.ના શોરૂમ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલું રૂા.૯૫,૦૦૦ ની કિંમતનું ટીવીએસ રાઇડર મોટરસાયકલ ગત તારીખ ૨૨ મી ના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રણમલભાઈ સીદાભાઈ કારીયા(ઉ.વ. ૪૫, રહે. ભટગામ) એ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ઉપરોક્ત મોટર સાયકલ સાથે અહીંના ભરવાડ પાડો સુખનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગે રહેતા સાદિક ઉર્ફે સાજીદ ઈકબાલ ખીરા (ઉ.વ. ૨૨) નામના શખ્સની પોલીસે અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.