અંબાજી મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગીરી બાપુ, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, પ્રદિપભાઈ ખીમાણી, પીજીવીસીઅેલના અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થત રહ્યા
ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના મંદિરે અાસો માસની નવરાત્રીના શુભારંભ સાથે અનેકવિધ કાર્યક્રમોનું અાયોજન કરવામાં અાવેલ છે. શÂક્તની અારાધનાના અા પાવન અવસરે અાજે અંબાજી મંદિરે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ગિરનાર પર્વત અંબાજી મંદિર હયાત અોવર હેડ વીજલાઈનની ક્ષમતા વધારીને અંડર ગ્રાઉન્ડમાં રૂપાંતરી કરવાના પ્રોજેકટનું તેમજ સુત્રાપાડા પેટા વિભાગીય કચેરીના નવનિર્મીત મકાનનું ઈ-લોકાર્પણનો કાર્યક્રમ અાજરોજ યોજાયો હતો. જૂનાગઢ ગિરનાર પર્વત અંબાજી મંદિરે ઇલેવન કેવીનું લોકાર્પણ કરતાં રાજ્યના નાણામંત્રી અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાઅનુભવો, પીજીવીસીઅેલના અધિકારીઅો ભીમાણી માણાવદરિયા વગેરે હાજર રહ્યા હતા. મંદિરના મહંત તનસુખ ગીરીબાપુની હાજરીમાં માતાજીની પૂજા અર્ચના અને અારતીના દર્શન કર્યા હતા અને પૂજ્ય બાપુ દ્વારા મંત્રી અને મહાનુભાવોને માતાજીની ચુંદડી પ્રસાદી રૂપ અર્પણ કરી રૂડા અાશીર્વાદ અાપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર્વત ઉપર બિરાજતા જગતજનની માં અંબાજીના મંદિરના મહંત અને મોટાપીર બાવા પૂ. તનસુખગીરી બાપુઅે સરકારશ્રીમાં અવાર-નવાર રજુઅાતો કરી હતી તેમજ છાશવારે થતા વીજળીના ધાંધીયા અંગે ઉપર સુધી રજુઅાતો કરી હતી અને સરકારશ્રી દ્વારા પણ અંબાજી મંદિર ખાતે કાયમી ધોરણે વીજ પુરવઠો જળવાઈ રહે અને અહીં અાવનારા ભકતજનોને પાણી સહિતની સુવિધા પ્રાપ્ત થાય તેવા હકારત્માક વલણના ભાગરૂપે અા પ્રોજેકટનું નિર્માણ થયું હતું અને અાજે અાસો માસની નવરાત્રીના પ્રથમ દિવસે અેટલે કે પહેલા નોરતે તેનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પીજીવીસીઅેલ દ્વારા વીજલાઈનની ક્ષમતા વધારવાના પ્રોજેકટના લોકાર્પણ કરવામાં અાવતા હવે અંબાજી મંદિર વીજ પુરવઠો યથાવત રહેશે તેમજ અહી અાવતા ભકતોજનોને પાણી સહિતની સુવિધાઅો મળવા પાત્ર રહેશે અને ટુંક સમયમાં તે અંગેની સારી સુવિધા અને સવલતો જળવાઈ રહેશે અને જેને લઈને લોકોમાં પણ અાનંદની લાગણી વ્યાપી ગઈ હતી.