ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૦’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયું

0

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્યકલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૦નું વિમોચન કર્યુ હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર ‘ગુજરાત દીપોત્સવી અંક’ પ્રસ્તુત કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત દીપોત્સવી – ૨૦૮૦માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારોકાવ્યોનવલિકાઓવિનોદિકાઓનાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે. આ અંકમાં સર્વશ્રી ગુણવંતભાઈ શાહવિષ્ણુભાઈ પંડયાડૉ. કુમારપાળ દેસાઈજોરાવરસિંહ જાદવરઘુવીરભાઈ ચૌધરીમાધવ રામાનુજરાજેન્દ્ર શુક્લ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ દળદાર અંક ૩૦ અભ્યાસલેખો૩૮ નવલિકાઓ૧૫ વિનોદિકાઓ૯ નાટિકા અને ૯૬ જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિલોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૮ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો  આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમારઅધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી અને શ્રી એમ.કે.દાસનાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી.નટરાજનમાહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘમાહિતી નિયામકશ્રી કે. એલ. બચાણી સહિત માહિતી ખાતના ઉચ્ચ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!