જૂનાગઢમાં ચોરી કરેલ બે મોટરસાઈકલ તથા અાઠ મોબાઈલ સાથે અેક શખ્સ ઝડપાયો

0


જૂનાગઢમાંથી ચોરી કરેલ બે મોટરસાઈકલ તથા અાઠ મોબાઈલ ફોન સાથે અેક શખ્સને પોલીસે ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં અાવી છે. અા બનાવ અંગે પોલીસે અાપેલી વિગત અનુસાર, જૂનાગઢ અે ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઅાઈ બી.બી. કોળીનીસુચના મુજબ ગુના નિવારણ સ્ક્વોડના પીઅેસઅાઈ જે.અાર. વાજા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા અે દરમ્યાન અેવી બાતમી મળી કે અેક ઈસમ ચોરીની મોટરસાકઈલ સાથે કાળવા ચોકથી અાઝાદ ચોક તરફ અાવી રહેલ છે જે હક્કિતના અાધારે વોચમાં રહેતા અેક ઈસમ મળી અાવેલ તેની પુછપરછ કરતા અને તપાસ કરતા તેની પાસેથી અેક મોટરસાઈકલ રૂ.રપ હજાર કિંમતનું તેમજ મોબાઈલ વગેરે મુદ્દામાલ મળી અાવ્યો હતો. અા અારોપીની વધુ પુછપરછ કરતા અન્ય મોટરસાઈકલ તેમજ મોબાઈલની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. રોહેજ ખાન ઉર્ફે કાલી મહેબુબખાન પઠાણ(ઉ.વ.ર૪) રહે.જૂનાગઢ, બિલખા રોડ, ધરાનગર નજીકના કબ્જામાંથી અને તેના રહેણાંક મકાનેથી ચોરાઉ મુદ્દામાલ ઝડપી લીધો હતો. કુલ બે મોટરસાઈકલ તથા અાઠ મોબાઈલ ફોન સાથે અા શખ્સને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!