રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના દશેરા ૧૯૨૪ના રોજ થઈ તા.૧૨-૧૦-૨૦૨૪ દશેરાને દિવસે ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં તેની ઉજવણી વિવિધ રીતે થઈ રહી છે. જૂનાગઢની માધવ ક્રેડિટ. કો. સોસાયટીએ આ ઉજવણીના ભાગરૂપે આરએસએસના વયોવૃદ્ધ વડિલ સ્વયં સેવકોનુ સન્માન કરવાનું આયોજન કરેલું. સંસ્થાના ચેરમેન અને ડીરેકટર બોર્ડના સભ્યોએ આ બુઝર્ગોના ઘરે જઈને, તેમને શાલ ઓઢાડી, સુંદર કાંડ અને ગીતાજીનો મોમેન્ટો અર્પણ કરીને, મીઠું મોઢું કરાવીને તેઓને સન્માનિત કર્યા. પ્રથમ રાઉન્ડમાં નવલભાઈ જોશી, નલિનભાઈ વ્યાસ, માર્કડભાઈ ભટ્ટ, શાંતિલાભાઈ મોજીદરા અને બીજા રાઉન્ડમાં પિયુષભાઈ દેસાઈ, ગોરધનભાઈ ટાંક તથા મહેન્દ્રભાઈને સન્માનિત કરાયા અને તેઓના તેના યુગના વિશિષ્ઠ સંભારણા સાંભળી ધન્યતા અનુભવી એમ માધવ ક્રેડિટ કો. સોસાયટીના ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટની યાદી જણાવે છે.