વેરાવળ નજીક હાઈવે ઉપર ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો ઝડપી લેવાયા

0

ખાણ ખનીજ વિભાગને નિંદ્રાધીન અવસ્થામાંથી જગાડીને કાર્યવાહી કરાવતા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

વેરાવળ સહિત જીલ્લામાં ખણીજોનું ગેરકાયદેસર ખનન અને પરીવહન બેરોકટોક થઈ રહ્યાની લોક ચર્ચાઓ વચ્ચે ખાણ ખનીજ વિભાગ કડક કાર્યવાહી કરવામાં વામણું પુરવાર થઈ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. ત્યારે જીલ્લા કલેકટરની સુચના બાદ વેરાવળ નજીક હાઈવે ઉપરથી ખનીજનું ગેરકાયદેસર પરીવહન કરતા ત્રણ ડંપરોને ઝડપી લઈ અંદાજે ૬૦ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે ખનીજચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલ માહિતીના આધારે તેમની સૂચનાથી પ્રાંત અધિકારી વિનોદ જોશી, ભૂસ્તરશાસ્ત્રીની સયુંકત ટીમ દ્વારા વેરાવળ નજીક હાઈવે ઉપર ચાંડુવાવ પાટીયા નજીક આવેલ ટહુકો હોટેલ પાસેથી સાદીરેતી ભરી ખનીજનું ગેરકાયદેસર વહન કરતા ત્રણ ડંપરોને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દરોડામાં અંદાજે ૬૦ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!