સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં જૂનાગઢની નેત્રમ શાખાને વધુ એક એવોર્ડ મળ્યો

0

જૂનાગઢ રેંજના આઈજીપી નિલેશ જાજડિયા તથા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ. એસ. પટણીના માર્ગદર્શનમાં પીએસઆઇ પી. એચ. મશરૂ અને ૨૯ પોલીસ સ્ટાફની નેત્રમ શાખા સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી ટ્રાફિક નિયમન, ગુનાનો ભેદ ત્વરિત ઉકેલવા, ગુમ થયેલ કે ખોવાયેલ કીમતી સામાન શોધી આપવા ૨૪ કલાક કાર્યરત છે. દરમિયાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવા સબબ નેત્રમ શાખાના ઓપરેટર પ્રતિક કરંગીયાને ગાંધીનગર ખાતે ડીજીપી વિકાસ સહાયએ ૧૮મો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૩ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી જૂનાગઢ નેત્રમ શાખાને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ ૩ વખત ઈ ચલણની કામગીરીમાં અને બે વખત ઈ કોપ એવોર્ડ મેળવી જુનાગઢ પોલીસને ગૌરવ અપાવ્યું છે. દરમ્યાન એપ્રિલ ૨૦૨૧ થી જુન ૨૦૨૪ સુધી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્વારા કુલ ૧૨૭૨ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવવામાં આવેલ છે. ૧૨૭૨ કેસ પૈકી ૧૨૨૨ કેસ જૂનાગઢ જિલ્લાના અને ૫૦ કેસ ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સુરતના કેસનો સમાવેશ થાય છે. તેમજ રૂપિયા ૫.૦૭ કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી લોકોને પરત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!