દ્વારકાધીશ જગતમંદિરમાં શરદોત્સવ શ્રીજીને મયુરમુકુટ, સુવર્ણાભુષણોનો દિવ્ય શૃંગાર, ગોપાલજી સ્વરૂપને દૂધ પૌવાનો વિશેષ મહાભોગ ધરાયો

0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદોત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ ઉજવાયો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા. રાજાધિરાજને સાંજના સમયે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક ઉપર મયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતાનો દિવ્ય શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા. સંધ્યા આરતી બાદ રાત્રે ૮ થી ૧૦ઃ૩૦ સુધી જગતમંદિર પરિસરમાં રાસોત્સવ યોજાવામાં આવ્યો હતો. રાણીવાસમાં બિરાજતાં ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્રના પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૈવાનો વિશેષ મહા ભૌગ લગાવી ઉત્સવ આરતી કરવામાં આવી હતી. ગોપીભાવથી પુજારી દ્વારા ગોપીવેશ ધારણ કરવામાં આવ્યો હતો. જગતમંદિરમાં શરદોત્સવનું વિશેષ મહત્વ હોય ભાવિકો આ દિવસે અચૂક જગતમંદિરમાં રાસોત્સવ મનાવવા પધારે છે.

error: Content is protected !!