જૂનાગઢના રંગ રસાયણના ઉધોગપતિ વસંતરાય આણંદજી ઓઝાની પ્રથમ પુણ્યતિથિએ સ્મરણાંજલિ કાર્યક્રમ જૂનાગઢમાં યોજાયો

0

જૂનાગઢના રંગ રસાયણના ઉધોગપતિ વસંતરાય આણંદજી ઓઝા તા.૧૫-૧૦-૨૦૨૩ના રોજ અક્ષર નિવાસી થયેલ ત્યારથી તેમની પાછળ તેમના વરિષ્ઠ પુત્ર હરીશભાઈએ દરેક માસીક પુણ્યતિથિએ વિવિધ ભજન સંધ્યા, બેઠા ગરબા, હવેલી સંગીત, સુંદરકાંડ ના પાઠ, ગીતાજીનાં પાઠ વિગેરે સત્સંગ કાર્યક્રમ યોજી ભાવાંજલિ અર્પણ કર્યા બાદ તા.૧૫-૧૦-૨૦૨૪ના રોજ વસંતભાઈની વાર્ષિક પૂણ્યતિથિએ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ વાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે ગુણાનુવાદ- સ્મરણાંજલિનો પીયુષ દવે ગૃપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ તથા ગિરિવર ગિરનારની દુહિતા અને જાણીતા વક્તા કુ.રાધા રાજીવ મહેતાનો “ગીતાજીને જીવી જાણ્યા” ઉપર વક્તવ્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તથા મહેમાનો તેમજ શહેરના નામાંકિત ડોક્ટરો, આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વસંતભાઈ ઓઝાના કૌટુંબિક ભત્રીજા અને શહેરના અગ્રણી શશીકાંતભાઈ દવેએ વસંતભાઈ ઓઝા પરિવાર અંગેની સંપૂર્ણ વિગતો રજુ કરી શ્રધ્ધાંજલી અર્પી હતી. જ્યારે હરીશભાઈ ઓઝાએ તેમના પૂજ્ય બાપુજીના સંસ્મરણો તાજા કર્યા હતા. ઉપસ્થિત સૌ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરાંતમાં હરીશભાઈ ઓઝાએ ઉપસ્થિત સૌને ઘર દીઠ સ્વ. વસંતભાઈ ઓઝાની યાદગીરી માટે સ્ટીલની હાન્ડી લાણી/ભેટ સ્વરૂપે આપી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં વાડીમાં અપડેટ કરેલ ઓટોમેટિક ડોર વાળી લીફટનંુ ઉદ્ધાટન હરીશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જૂનાગઢના જાણીતા સમાચાર વાંચક સંજીવભાઈ મહેતાએ કર્યું હતું અને આભાર વીધી હરીશભાઈ ઓઝા કરી હતી.

error: Content is protected !!