“સ્વસ્થ સમાજ સ્વસ્થ ભારત”ના હેતુને પાર પાડવા એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ.એ) દ્વારા આયોજિત માનવ જિંદગી બચાવવાના ઉત્તમ પ્રયાસના ભાગરૂપે માનવતાની પરીકલ્પનાને વાચા આપનાર જેરામભાઈ વસાણીની પ્રેરણાથી એમના સુપુત્ર મુકેશભાઈ વસાણી ( ચેરમેન એઈમટ્રોન ફાઉન્ડેશન યુ.એસ.એ) પોતાના વતન કોટડા સાંગાણી તાલુકાના “નાના વડીયા” જેવા અનેક સમાજના લોકોનું ઋણ ચૂકવવા માટે સ્વસ્થ સમાજ બની શકે એવા સુભગ પ્રયાસ હાથ ધરી રહ્યા છે. તે નિમિત્તે પોપ્યુલર સ્કૂલ કસ્તુરબાધામ(ત્રંબા)ના આંગણે રક્તદાન એ મહાદાન તેમજ જરૂરિયાતમંદ લોકોની સેવા સ્વરૂપે રક્તનું દાન કરી અનેકને જીવનદાન ઉપરાંત માનવીની જિંદગી બચાવવાના ઉત્તમ પ્રયાસને પાર પાડી શકીએ એવા હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી, રાજકોટની ટીમ ખડે પગે રહેશે. ઉપરાંત આંખમાં થતી બીમારી/ખામીથી પીડાતા વ્યક્તિઓના રોગોની ચકાસણી જેવા કે મોતિયો, જામર, વેલ, લઘુદ્રષ્ટિની ખામી તેમજ ગુરૂદ્રષ્ટિની ખામી વગેરે રોગોથી બચવા માટે “આંખનો તપાસ કેમ્પ”માં નિઃશુલ્કપણે(ફ્રી) રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, આંખ હોસ્પિટલ-રાજકોટની નિષ્ણાંત ડોકટરની ટિમ સેવાનો લાભ આપશે. તેમજ “પહેલું સુખ તે જાતે નર્યા” આ બાબતને ધ્યાને લેતા આપણું શરીર તંદુરસ્ત જળવાઈ રહે તે માટે શરીરનું હેલ્થ ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી હોવાથી નિઃશુલ્ક પણે એઈમટ્રોન ફાઉન્ડેશન(યુ.એસ.એ) દ્વારા આ કેમ્પનું આયજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ ત્રિવિધ કેમ્પનું આયોજન બુધવારે તારીખ ૨૩-૧૦-૨૦૨૪ના રોજ સમય સવારે ૮ કલાકથી બપોરનો ૧ કલાક સુધી રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં રક્તદાતાઓને એઈમટ્રોન ફાઉન્ડેશન તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. એઈમટ્રોન ફાઉન્ડેશન (ેંજીછ)નો ઉદ્દેશ સમાજ શિક્ષિત અને સ્વસ્થ બને તેવા હેતુથી મહિલા સશક્તિકરણના ભાગરૂપે ત્રંબા ગામે પોપ્યુલર સ્કૂલના આંગણે સીવણ વર્ગ શરૂ કરેલ જેમાં ૧૮૦ બહેનોએ સીવણની તાલીમ નીઃશુલ્કપણે લઈને આર્થિક રીતે પગભર થયેલ. હાલમાં સરધાર ગામ મુકામે સીવણ વર્ગની તાલીમમાં આસપાસના ૮ થી ૧૦ ગામની બહેનો લાભ લઈ રહી છે. ઉપરાંત ત્રંબા મુકામે પોપ્યુલર સ્કૂલના આંગણે કોમ્પ્યુટર તાલીમ વર્ગમાં આસપાસના ગામના ભાઈ-બહેનો નીઃશુલ્કપણે તાલીમ લઈ રહેલ છે. તદુપરાંત ગુજરાતમાં બરોડા જિલ્લાના સુખલીપુર ગામે ૬ બેચ દ્વારા કુલ ૭૨ બહેનોએ સીવણ વર્ગનો લાભ લીધેલ તેમજ લીમડા (વાઘોડિયા) ગામની ૨૫ બહેનોએ સીવણ વર્ગની તાલીમ લીધેલ તેમજ ૩૦ બહેનોએ કોમ્પ્યુટર કોર્સની તાલીમ લીધેલ સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનિકલ યુગમાં ટેકનિકલ કોર્ષ ને લગતી માહિતી સમાજના નાના નાના વર્ગના ભાઈ-બહેનો લાભ લઈ શકે તેવા અભિગમથી કંપની દ્વારા ૪૫ દિવસનો વર્કશોપ યોજેલ જેમાં ૩૦ દિવસ કંપનીમાં પ્રેક્ટિકલ અને ૧૫ દિવસ શિક્ષણ પૂરૂ પાડી કુલ ૪૫ દિવસ સુધી ૨૦ વિદ્યાર્થીઓ જે ગામડાના ઉઠી ગયેલા વિદ્યાર્થીઓ છે જેમને કંપની તાલીમ આપી કૌશલ્યવર્ધન કરી કંપનીમાં જાેબ પૂરી પાડેલ. ઉપરાંત ભારત સરકારની ૈં્ૈં જે વડોદરા જિલ્લાના સાવલી અને વાઘોડિયામાં આવેલ છે. તો સરકાર સાથે મળી બધો ખર્ચ ઉપાડી જુદા જુદા ફિલ્ડ જેવાકે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ તેમજ વેલ્ડર, ફીટીંગ વગેરેમાં અનેક બાળકોને વ્યવસાયલક્ષી ટ્રેનીંગ આપી પગભર કરેલ જે ખુબજ ઉમદા પગલું છે. આમ, એઇમ ટ્રોન ફાઉન્ડેશન(ેંજીછ) માનવ ઉત્થાન માટે ખૂબ મોટા સ્કેલ પર પોતાના દેશ માટે કામ કરવા ઉત્સુક છે જે ખૂબ જ સરાહિનય છે તેમ મુકેશભાઇ વસાણી(એઈમટ્રોન ફાઉન્ડેશન-ેંજીછ) ચેરમેન, નિષ્ઠાબેન વસાણી(એઈમટ્રોન ફાઉન્ડેશન કોર્પોરેશન ડાયરેક્ટર), ગોપાલભાઈ શાહ (એઈમટ્રોન ફાઉન્ડેશન ઝ્રઈર્ં), શર્મિલાબેન બાંભણીયા(એઈમટ્રોન ફાઉન્ડેશન ડાયરેક્ટર), મગનભાઇ પરસાણા(પોપ્યુલર સ્કૂલ ત્રંબા – કેમ્પસ ડાયરેક્ટર), ચિંતનભાઈ જાેશી(એઈમટ્રોન ફાઉન્ડેશન પરિવાર)ની યાદીમાં જણાવેલ છે.