ખંભાળિયા નગરપાલિકા સામે ચાલતી સફાઈ કામદારોની હડતાળ ત્રીજા દિવસમાં પ્રવેશી

0

ગુજરાત સફાઈ કામદાર મહામંડળ લડી લેવાના મૂડમાં

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિઘ પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે ચાલતું આંદોલન આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે. આ આંદોલનમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ આક્રમક મૂડમાં હોવાનું ચિત્ર ખડું થયું છે. જેમાં ખાસ કરીને નગરપાલિકાના કર્મચારીઓના પેન્શન ફંડના રૂપિયા સાડા સાત કરોડની રકમ નગરપાલિકામાં કર્મચારીઓ ઈ.પી.એફ. ફાળાની રકમ કર્મચારીઓના જી.પી.એફ.ની રકમ અને વીમા પોલિસીની રકમ કર્મચારીઓના પગારમાંથી કપાત કરી, આવી કર્મચારીઓના હક્ક ફંડના કરોડો રૂપિયાની રકમ અન્ય કામોમાં પેમેન્ટ કરીને એક પ્રકારનો જાણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સફાઈ કામદાર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. જે મહામંડળ દ્વારા ખંભાળિયા નગરપાલિકાનું ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમની જાેગવાઈઓ મુજબ વિસર્જન (સુપરસીડ) કરી, આવા કથિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદારો પાસેથી કર્મચારીઓના હક્કના નાણાં વસુલ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઈલ દાખલ કરવા તજવીજ થઈ રહી છે. તેમ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાની એક યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!