શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત દ્વારકા દ્વારા આયોજિત અખિલ ભારતીય તીર્થ મહાસભા અધિવેશન ૨૦૨૪ની થઇ શરૂઆત

0

દ્વારકામાં યાત્રિક નિવાસ ખાતે શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત દ્વારકા દ્વારા આયોજિત અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહા અધિવેશનની જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદજી સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી તેમજ મુખ્ય અતિથિ ધારાસભ્ય પબુભા વિરમભા માણેકની વિશેષ ઉપસ્થિતિમાં લગભગ ૧૦૦ જેટલા તીર્થોના તીર્થ પુરોહિત બ્રાહ્મણો વચ્ચે શરૂઆત થઈ હતી. જેમાં સવારે ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન કર્યા બાદ શોભાયાત્રા દ્વારા દ્વારકા જગત મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી યાત્રિક નિવાસ ખાતે વેદોક્ત તેમજ પુરાણોક્ત મંત્રોથી મંગલાચરણ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરી વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામકૃષ્ણ તિવારી, મુખ્ય સંરક્ષક મહેશ પાઠક, વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુરેન્દ્ર ભારદ્વાજ, સતીષ શુકલા, વરિષ્ઠ મહામંત્રી નવીન નાગર ચતુર્વેદી, નિતીન ગૌતમ, દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, જ્ઞાતિ મંત્રી કપિલભાઈ વાયડા, દ્વારકા તીર્થ પુરોહિત મંત્રી ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચતુર્વેદી વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા. સમગ્ર સભાનું સંચાલન મિથિલેશભાઈ વાયડા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ તીર્થોના પ્રશ્નો જેવા કે કોરિડોર રચના સમયે બ્રાહ્મણોના અધિકારો, મંદિરોની આસપાસ ગંદકી, પવિત્ર તીર્થ નદીઓની સફાઈ, તીર્થોમાં બ્રાહ્મણોના અસ્તિત્વ વગેરેની ચર્ચા કરવામાં આવશે.

error: Content is protected !!