પશુપાલન ગુજરાત રાજયની પશુઓમાં વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના અને પશુઓ માટે ખાણદાણ સહાય યોજના અંતર્ગત વંથલી સાવજ ડેરી દ્વારા ઓનલાઈન ડ્રો કરી પશુપાલકોને ૧પ૦ કિલો ખાણદાણ ૧ ટ્રકથી વધુ માલ વિતરણ કરાયું હતું. જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા દ્વારા મોકલાયેલ જેનું વિતરણ સાવજ ડેરીના ડો. હિતેશ ખેર, ભાજપના યોગેશ હુંબલ, પશુ ચિકિત્સક કમલેશ સોલંકી, સ્ટાફ તથા આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા. આ ખાણદાણ યોજનાનો હેતુ પશુપાલકોને પશુ તંદુરસ્ત બને દુધ ઉત્પાદન સારૂ થાય અને પશુપાલન મારફત લોકો વધુ આવક વધે તેવા હેતુ માટે ખાણદાણ સહાય યોજના કરાય છે.