કર્ણાટિક સંગીત, પપેટ, બેલે અને સંગીતમય નાટ્ય પ્રસ્તૃતિ સાથે કલા પ્રદર્શનની વિવિધ શ્રેણી દર્શકો માટે યાદગાર અનુભવ બની રહી
ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર પપેટથી લઈને બેલે ડાન્સ સુધીની વિવિધ કલા શૈલીઓન અદ્દભૂત પ્રસ્તૃતિએ દર્શકો માટે રવિવારની સાંજ યાદગાર બનાવી. નીલકાંતન આઈ ક્રિષ્નન દ્વારા એક મનમોહક કર્ણાટક સંગીતમય પ્રસ્તૃતિ રજુ કરવામાં આવી. “સ્વયમઃ ધ વોઈસ વિધિન” નામની તેમની પ્રસ્તૃતિમાં પરંપરાગત ભારતીય સંગીત અને સમકાલીન પશ્ચિમી શૈલીઓના અનોખા સંમન્વયના માધ્યમથી વિષ્ણુના દસ અવતારોની વાર્તા રજુ કરવામાં આવી. પ્રત્યેક ગીત સત-યુગના પ્રાચીન ધ્વનિથી લઈને કૃષ્ણના આધુનિક યુગ સુધીના અવતારનો સારને ઝીલે છે. આ રચનાઓમાં શાસ્ત્રીય રાગો, લયબદ્ધ અક્ષરો અને પશ્ચિમી વાદ્યો સહિત સંગીતના વિવિધ તત્વનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની મદદથી એક સમૃદ્ધ અને અભિનવ ધ્વનીનું પરિદ્રશ્ય તૈયર કરવામાં આવે છે. આ પ્રસ્તૃતિ સુપ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા લખવામાં આવેલા ગીતો, વિષ્ણુ અવતાર સાથે સંકળાયેલી શક્તિ, નમ્રતા, જ્ઞાન અને કરુણાના વિષયો ઉપર આધારિત હતી. દિપક અને ભૂમિતિ પ્રજાપતિ નીઓ ક્લાસિકલ બેલે અને સમકાલીન નૃત્ય પ્રસ્તૃત કર્યુ. દીપક એક બેલે ડાન્સર છે, જ્યારે ભૂમિતિ એક કથક નૃત્યાંગના છે. તમણે સંવેદના વિચ્છેદન અને નવીકરણ ઉપર આધારિત “પંચતત્વ- ધ સિમ્ફની ઓફ સેન્સ” નામનું નાટક રજુ કર્યું, તેમની ભાવપૂર્ણ પ્રસ્તૃતિમાં એક નાયકની સફરને દર્શાવવામાં આવી છે, જે દુનિયાથી અલગ પડી ગયો છે અને એક ગુરૂ તેમજ પ્રકૃતિના પંચ તત્વોની મદદથી પુનઃશોધના માર્ગ ઉપર આગળ વધે છે. આ આકર્ષક કૃતિ નૃત્ય અને પ્રતીકાત્મક્તાને એકબીજા સાથે જાેડે છે, જે સંવેદનાત્મક પુનરૂત્થાન અને વિશ્વ સાથે પુનઃજાેડાણનું માર્મિક ચિત્રણ પ્રસ્તૃત કરે છે. કથક નૃત્યાંગના કદમ પરીખે ગુજરાતના જાણીતા મધ્યયુગીન કવિ પ્રેમાનંદના ‘આખ્યાન’ ઉપર આધારિત પ્રસ્તૃતિ રજુ કરી હતી. તેમની પ્રસ્તૃતિ “કથક આખ્યાન- અભિમન્યુ પર્વ” માં જટિલ આંદલનો અને ભાવપૂર્ણ વાર્તા સાથે મહાકાવ્યાની ભાવાત્મક ઉંડાણ પ્રવેશ કરે છે, પ્રસ્તૃતિમાં મહાભારતના મહત્વના પાત્ર અભિમન્યુના ચરિત્રની ન કહેવાયેલ વાર્તાઓ રજુ કરવામાં આવી હતી. માત્ર ૧૬ વર્ષના ટુંકા આયુષ્યમાં અભિમન્યુ એક એવું પ્રસિદ્ધ પાત્ર બની શક્યો, કે જેને આજે યુગો બાદ પણ લોકો યાદ કરે છે. આરિફ મીરે પોતાની ‘ગોલ ચશ્મા’ નામની લોક-ફ્યુઝન પ્રસ્તૃતિ રજુ કરી. ‘ગોલ ચશ્મા’માં મહાત્મા ગાંધીના ઉપદેશોમાંથી પ્રેરણા લઈને આજના વિશ્વમાં ગાંધીજીના ઉપદેશોની સાર્થકતા રજુ કરવામાં આવે છે. આરિફ મીરે સંગીતના માધ્યમથી માનવતાના પરસ્પર સબંધ ઉપર ભાર મુકીને એક અનોખો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. આ પ્રસ્તૃતિમાં સંગીતના માધ્યમથી ગાંધીજીની નજરે દુનિયા દેખાડવા સાથે જીવના દરેક પાસમાં રહેલ સુંદરત અને સદભાવને સપાટી ઉપર લાવવામાં આવે છે. આ પ્રસ્તૃતિ લોકોને વધુ પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન તરફ દોરી જતા ગાંધીજીના ઉપદેશોને સ્વિકારવા અને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કરે છે. દેવલ વોરા અને આસિફ અજમેરીએ ‘જાેગીદાસ ખુમાણ – એક સંત બહારવટીયો’ નામની પ્રસ્તૃતિ રજુ કરી, જેમાં ઈતિહાસના સુપ્રસિદ્ધ અને માનવતા સભર બહારવટિયાની દંતકથાઓને પુનઃજીવિત કરવામાં આવી હતી. ભાવનગરના રાજા સાથે જાેગીદાસ ખુમાણની દુશ્મનાવટને આજે પણ આદર અને ઉદારતા સાથે યાદ કરવામાં આવે છે. આ પ્રસ્તૃતિમાં કાઠિયાવડની ધરતી ઉપર થઈ ગયેલ એક એવા સાચા નાયકની વાર્તા દર્શાવવામાં આવી હતી, જે ૨૫ વર્ષ સુધી પોતાના અધિકારો માટે લડ્યો અને સંતનું બિરુદ મેળવ્યુ. લોકકથાના સ્વરૂપમાં રજુ થયેલ આ વાર્તાને કલાકારોએ સંગીત, નૃત્ય અને ગીતો દ્વારા તેને જીવંત બનાવી હતી.કિરણ પંચાલે પોતાની ટીમ સાથે મળીને હાસ્ય અને સંગીતમય નાટક ‘મર્ઝી મુશાયરા’ રજુ કર્યું, તેમણે પરંપરાગત કવિતા વાચનને રમુજ અને દર્શકોની આત્મસુઝના સમન્વય સાથે હળવી અને મનોરંજક બનાવી દીધી. આ આગવી રજુઆતમાં માત્ર કાવ્યાત્મક અભિવ્યક્તિ ઉપર ધ્યાન આપવાની જગ્યાએની જગ્યાએ બુદ્ધિ, વ્યંગ અને હાસ્ય ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યુ. ‘મર્ઝી મુશાયરા’ માં જે રમુજની વાત કરવામાં આવી છે તે કોઈપણ વ્યક્તિના રોજિંદા જીવન સામાજિક મુદ્દાઓ અને રમતિયાળ અતિશયોક્તિમાં સમાયેલી હોય છે. કલાકૃતિ વિભાગમાં રજની ભોસલેનું “વર્તમાનમાં ભૂતકાળની ઝલક” કલાકૃતિ આપણને સમયની સફર ઉપર લઈ જાય છે, આ કલાકૃતિ આપણને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે ચિંતન કરવા પ્રેરીત કરે છે. તેમની કલાકૃતિ માનવ પ્રગતિ અને આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી વચ્ચેના નાજુક સંતુલન ઉપર પ્રકાશ પાડે છે. રજની ભોસલેનું માનવુ છે કે જ્યારે આપણે ઐતિહાસિક ઈમારતોને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ઘણીવાર આપણે આપણી સાથે એ સ્થળોએ રહેતા પક્ષીઓના એટલા જ મહત્વનાના જીવનની અવગણના કરીએ છીએ. પોતાની આકર્ષક કલ્પનાના માધ્યમથી તેઓ આપણને પર્યાવરણ ઉપરની આપણા કાર્યોની અસરને ધ્યાનમાં લેવા તેમજ પ્રકૃતિ સાથે સુમેળમાં સહઅસ્તિત્વની આપણી જવાબદારીને ઓળખવા વિનંતી કરે છે. ચેતન સોલંકીએ પોતાની “ટાઇમ ફ્લાઇઝ એન્ડ મેમોરીઝ ફેડ” કલાકૃતિ રજુ કરી છે. આ કલાકૃતિ હસ્તનિર્મિત ફ્લોર ટાઇલ્સ અને પક્ષીઓની છબીના નુકશાનની માર્મિક રજુઆત કરે છે. ગુજરાતના નળ સરોવર પક્ષી અભયારણ્ય સાથે જાેડાયેલ તેમની અનમોલ યાદોથી પ્રેરાઈને કલાકારે ભાવપૂર્ણ કલાકૃતિ બનાવવા માટે ફારસી અને ભારતીય લઘુચિત્ર પરંપરાઓની મદદ લીધી છે. પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક સામગ્રીને જાેડીને ચેતન સોલંકી આપણને જીવનની નાજુકતા અને નુકશાન સાથેના આપણા અનુભવો વચ્ચે રહેલ નાજુક સબંધો અંગે ધ્યાન આપવા પ્રેરીત કરે છે. પોતાની કલાના માધ્યમથી ચેતન સોલંકી સહાનુભૂતિ અને પ્રતિબિંબની ભાવનાને જાગૃત્ત કરવાની સાથે દર્શકોને આત્મનિરીક્ષણની વ્યક્તિગત યાત્રા ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. શિલ્પકાર તાન્યા શર્મા પોતાની કલાકૃતિ “હાઈડ એન્ડ સીક” નામની વિચારોત્તેજક મૂર્તિકલાના માધ્યમથી દર્શકોને આત્મખોજની મનમોહક યાત્રા ઉપર લઈ જાય છે. તેમનું વિચારપ્રેરક શિલ્પ પરિચિત વસ્તુઓ ઉપર પ્રશ્ન કરવા અને આપણી પૂર્વગ્રહોને પડકારવા પ્રેરીત કરે છે. માનવ મનની જટિલ ટેપેસ્ટ્રીને ઉજાગર કરીને તે છુપાયેલ સત્યને ઉજાગર કરવા પ્રયત્ન કરે છે તેમજ દર્શકોને પોતાના પૂર્વગ્રહોનો સામનો કરવા સશક્ત બનાવવા માંગે છે. તાન્યા શર્મા માને છે કે તેની કલા વ્યક્તિગત વિકાસ અને પરિવર્તનનો સ્વિકાર કરવા માટે પ્રેરણા આપી શકે છે. દર્શકોને અનિશ્ચિતતાને સ્વીકારવા અને આત્મ ખોજની દિશામાં આગળ વધવા પેરીત કરે છે. અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે.
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ ઃ એક મંચ ઉપર અદ્વિતિય અને ભવ્ય કલા પ્રદર્શન
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે. અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરો પાડવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ ૨૧ મી નવેમ્બરથી ૦૮ મી ડિસેમ્બર-૨૦૨૪ દરમ્યાન યોજાઈ રહી છે. આ વર્ષે ૪૯ કલાકારો ૫૦ પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત ૪૭ કલાકારો દ્વારા ૪૬ વિઝ્યુઅલ આર્ટ્સ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે ુુુ.ટ્ઠહ્વરૈદૃઅટ્ઠાંૈર્ટ્ઠિં.ખ્તિ ઉપર લોગ ઓન કરી શકે છે અથવા ૭૦૬૯૧૦૪૪૪૪/૭૦૬૯૧૦૫૫૫૫ નંબર ઉપર ફોન કરી શકે છે. તમામ લોકો માટે પ્રવેશ મફત છે.