ખંભાળિયામાં સંવિધાન દિવસ નિમિત્તે યોજાઈ સંવિધાન ગૌરવ યાત્રા

0

મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા : સંવિધાનના શપથ લેવાયા

ખંભાળિયામાં સંવિધાન દિવસ નિમિત્તે તાજેતરમાં ભાજપના કાર્યકરો દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પગપાળા યાત્રામાં ડો. બાબાસાહેબને અંજલી અર્પણ કરી, અને સંવિધાનના શપથ લેવાયા હતા. ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસ નીમીતે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી બાબુભાઈ ચાવડા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી, ખંભાળિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.એમ. ગઢવી, અશોકભાઈ કાનાણી, ધીરુભાઈ ટાંકોદરા, જિલ્લા મોરચા પ્રમુખ એડવોકેટ મહેન્દ્રભાઈ મકવાણા, મહામંત્રી કે.ડી. જાેડ, ઉપપ્રમુખ રાહુલભાઈ બેરડીયા, કોષાધ્યક્ષ મનુદાદા માતંગ, શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, દંડક મયુરભાઈ ધોરીયા, કિશાન મોરચાના કાનાભાઈ કરમુર, શામજીભાઈ નકુમ, ઉકાભાઈ કણઝારીયા, સી.ડી. મકવાણા જામનગર શહેર ભાજપ મંત્રી અનુ જાતિ મોરચા, શહેર અનુ. જાતિ મોરચા પ્રમુખ પ્રવીણભાઈ જમજાેડ, મહામંત્રી બાબુભાઈ ચાવડા, સંજયભાઈ વાઘેલા, તાલુકા અનુ. જાતિ મોરચા પ્રમુખ લખુભાઈ ચાવડા, પાલાભાઈ પરમાર, કરસનભાઈ માતંગ વિગેરે કાર્યકરોની ઉપસ્થિતિમાં સાથે અહીંના નગર ગેઈટ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી સંવિધાન ગૌરવ યાત્રાનો પગપાળા પ્રારંભ કરાયો હતો. અહીંના મિલન ચાર રસ્તા પાસે ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેની રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો સામાજિક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં સંવિધાન-પુજન કરાયું હતું. સંવિધાનના શપથ પણ લેવડાવ્યા હતા. આ આયોજનમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો તથા પાર્ટીના કાર્યકર્તાઓ જાેડાયા હતા.

error: Content is protected !!