ઇન્ટરનેશનલ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪માં સિલેક્ટ થયેલ ભાવેણાના ખેલાડીઓને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે શુભકામનાઓ પાઠવી

0

ઇન્ટરનેશનલ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪, વડોદરા ખાતે યોજવામાં આવશે જેમાં ભાવનગરના ચુનંદા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને દરેક ચુનંદા ખેલાડીઓ ભાવનગર જીલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવે પાસે ઇન્ટરનેશનલ સ્પર્ધાત્મક તાલીમ મેળવી ભાગ લેશે. નીલમબાગ પેલેસ ભાવનગરના યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલે ઇન્ટરનેશનલ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ માં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ ભાવનગર, ગુજરાત અને ભારતનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!