મહુવામાં રાજગોર મહિલા મંડળ દ્વારા અસ્મિતાબેન રવિયાનું સન્માન

0

ગઈકાલે મહુવામાં રાજગોર મહિલા મંડળની મિટીંગ ધર્મિષ્ઠાબેન તેરૈયાના નિવાસ સ્થાને મળેલ જેમાં મહુવાના પ્રાંત અધિકારી ધવલભાઈ અરવિંદભાઈ રવિયાના માતા અસ્મિતાબેન રવિયા કે જેઓ વિચારક્રાંતિ અભિયાન સાથે જાેડાય અને મહિલાઓના ઉત્કર્ષ માટે હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા છે. તેવા સેવાભાવી અસ્મિતાબેનનું મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન મહેતા, ઉપપ્રમુખ ભારતીબેન મહેતા, દક્ષાબેન ભુટક, વૈશાલીબેન તેરૈયા, આરતીબેન માઢક, ભાવિકાબેન તેરૈયા, પ્રિતીબેન માઢક, ગીતાબેન મહેતા, દયાબેન રવિયા સહિત મહિલા મંડળના બહેનો ઉપરાંત અન્ય મહિલા અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.

error: Content is protected !!