કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નગરજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડી શકે તેવા ‘હિંમતવાલા’ની જરૂર છે !
પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી જૂનાગઢ શહેરની જનતા પીડાઈ રહી છે, પિસાઈ રહી છે અને દર વખતે યોજાતી ચૂંટણીમાં નેતાઓને ખોબેને ખોબે મત આપી અને એ આશાએ ચૂંટી કાઢે છે કે રસ્તા, પાણી, લાઈટ, સ્વચ્છતા સહિતના તમામ પ્રશ્નોનો અંત આવી આવી જશે અને જૂનાગઢમાં શહેરીજનો ખુબ શાંતીથી રહી શકશે.
ચૂંટણી પુરી થયા અને છેલ્લા કેટલીય ટર્મથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન સ્થપાયું ગ્રામ્ય કક્ષાથી લઈ ગાંધીનગર અને દેશમાં પણ ભાજપનું શાસન હોવા છતાં પણ જૂનાગઢના નગરજનોની કલ્પના સમો આ શહેરનો વિકાસ ન થયો તે ન જ થયો અને ખાસ કરીને લાઈટ, રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાથી આ શહેરની જનતા સતતને સતત પીડાઈ રહી છે. અરે તહેવારોના દિવસો માથે હોવા છતાં પણ સત્તાધીશોએ અનેક વિસ્તારોમાં દુર્દશાના બુલડોઝર ફેરવી દેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. મનપાના ભાજપના પૂર્વ શાસકોની મુદ્દત પુરી થતા મનપામાં કમિશ્નરને સત્તા આપવામાં આવી છે અને કમિશ્નરરાજ વચ્ચે જૂનાગઢ ધબકી રહ્યું છે. મનપાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશ દ્વારા કરવામાં આવતી કામગીરી અસરકારક રહી છે. હાલ જૂનાગઢ શહેરને શણગારવામાં આવી રહેલ છે. શહેરના વિવિધ વિસ્તારો ઉપરથી ફુટપાથો તેમજ રસ્તા ઉપરના દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્ય માર્ગોને શણગારવામાં આવી રહ્યા છે. એટલે કે શહેરનું શુશોભન કાર્ય જાેરશોરથી ચાલી રહ્યું છે. શહેરને શણગારવાની કામગીરી આવકાર દાયક છે જ પરંતુ આ સાથે જ જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો, સોસાયટી, માર્ગો ઉપર રસ્તાના કામો અધુરા છે. તેમજ ગટરના કામો પણ જેમના તેમ પડેલા છે. આ અધુરા કામો પણ તાત્કાલીક હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે. બીજી તરફ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં લોકો એવા વ્યક્તિને પસંદ કરશે કે જેનામાં આવડત, કુનેહ છલોછલ ભર્યા હોય એટલું જ નહી લોકોને પ્રાથમિક સુવિધા પણ પુરી પાડી શકે અને શહેરનો વિકાસ પણ કરી શકે. આવા બત્રીસ લમણા રાહબરની જૂનાગઢવાસીઓને જરૂર છે. જૂનાગઢના નગરજનો આવા ‘હિંમતવાલા’ સુકાનીને ચૂંટી કાઢવા ઉત્સુક છે અને એટલા માટે જ જાે કોઈ ‘હિંમતવાલો’ ચૂંટણીના મેદાનમાં ઝંપલાશે તો સો ટકા તેની જીત નિશ્ચિત બને તેવા સંજાેગો હાલ ચાલી રહ્યગા છે. બસ ચૂંટણીના જાહેરનામાની રાહ જાેવાઈ રહી છે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે લોકમિજાજ બતાવી દઈએ એવું લોકોમાં ચર્ચાઈ છે.