સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી સંચાલિત મનુભાઈ વોરા ઓપન એર થિયેટર તા.૧૨-૧૨-૨૦૨૪ને ગુરૂવારના રોજ સ્વામી શ્રી પરમાત્માનંદજીના વરદ હસ્તે ખુલ્લું મુકાશે

0

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટરનું તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના ગુરૂવારના રોજ સાંજે સાડા છ વાગ્યે ઉદ્દઘાટન કરવામાં આવશે. પોતાનો ખૂબજ અમૂલ્ય સમય ફાળવીને ખાસ ઉપસ્થિત રહેનાર આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્દઘાટક આર્ષ વિદ્યા મંદિર, મુંજકા આશ્રમના સ્વામી ડો. પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડો. દર્શિતાબહેન શાહ, ધારાસભ્ય રાજકોટ, મનીષભાઈ રાડિયા, દંડક સાશક પક્ષ રાજકોટ મહાનગર પાલિકા, ડો. કલ્પકભાઈ ત્રિવેદી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ તેમજ કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ મિત્તલભાઈ ખેતાણી ઉપસ્થિત રહેશે. શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટર સીઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માતબર રકમથી નિર્માણ પામ્યું છે. આ થિયેટરનું સંચાલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી કરશે. સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે આ ઓપન એર થિયેટર ઉત્તમ સ્થળ બની રહેશે. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જાેશી, મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબહેન વોરા, વાઇસ ચેરમેન કૌશિક મહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા અને ઉપપ્રમુખ ઉદ્યોગપતિ સજી મેથ્યુ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ મહેતા કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, મંત્રી અજયભાઈ જાેશી, સહમંત્રી અજયસિંહ એમ. પરમાર, સહમંત્રી રમેશ સભાયા, ડો. અનામિકભાઈ શાહ, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, જિતેશકુમાર એમ. પંડિત, કૈલેશકુમાર તન્ના, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, ડો.દર્શન ભટ્ટ, ડી.પી. ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!