દોરા-ધાગા કરી, દાણા પીવડાવી મજબુરને ભ્રમિત કરતો ઝડપાયો : રૂપિયા મેળવી દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હતો : મેટોડાના નાગજી પુંજા સાથેનો ઘરોબો બહાર આવ્યો : રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસુલતો હતો : લોટના પૂતળા, ઉતાર કરવો, લીંબુ-મરચા, શ્રીફળની વિધિ કરાવતો હતો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો ભુવો હકા દેવા સાનીયાની ૧૫ વર્ષથી ચાલતી ધતિંગલીલા, પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૫૯ મો સફળ પર્દાફાશ કર્યો હતો. લોટના પૂતળા, ઉતાર કરવો, દોરા બાંધવા, જુવારના દાણા પીવડાવી યેનકેન શોષણના માર્ગે ધકેલી પાપાચાર આચરતા ઝડપાયો હતો. રૂપિયા બે હજારથી પચાસ હજારની વિધિની ફી વસુલી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. બનાવની વિગત પ્રમાણે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેટોડાના વિરમ નાગજી સાનીયા સામે દાખલ કરવામાં આવી હતી. ખામટાના ભુવા હકા દેવા સામે દોરો બાંધવા, જુવારના દાણા પીવડાવાથી પીડિતાને અનેકગણી તકલીફ પડી હતી. તેમાં નાગજી પુંજા સાનીયાએ વિરમને બચાવવા ભુવાનો આડકતરો સહારો લીધો હતો તેવા કથન સાથે ચોંકાવનારી માહિતી જાથા સમક્ષ જાહેર કરી હતી. ભુવો હકા દેવા ઓનલાઈન, કોન્ફરન્સમાં દોરા બાંધવા વિગેરે વિધિ કરાવતો હતો. ખામટાથી ૩ કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં જુના મચ્છુ માતાના મઢે આ ભુવો યેનકેન પીડિતો સાથે છેતરપિંડી કરતો હતો. રૂપિયા બે હજાર થી પચાસ હજારની ફી વસુલી ધાર્યું કામ પાર પડાવતો હતો. શ્રદ્ધાળુઓને લીંબુ-મરચા, શ્રીફળ, ચાંદીની વસ્તુ, ઉતારની વસ્તુઓ મંગાવી નદીમાં પધરાવી રૂપિયા ખંખેરતો હતો. અંદરોઅંદર ઝઘડા કરાવવા, વિધિની વસ્તુઓ ખરીદવા એડવાન્સમાં નાણા વસુલવા, પ્રેમ પ્રકરણમાં યુવક-યુવતિની પરિસ્થિતિનો લાભ લઈ નાણા વસુલતો હતો. ભાગીને આવેલા યુગલોનું રક્ષણનું કામ કરી દેતો હતો. પીડિતાએ પોતાની આપવિતીમાં માહિતી રજૂ કરી હતી. જાથાના કાર્યાલયે ભુવાના કરતતો સંબંધી હકિકત આવી હતી. પીડિતાએ ભુવા હકા દેવા અને નાગજી પુંજાના પરિવારની હકિકત આપી હતી. પોતાની દયનીય હાલતમાંથી બોધપાઠ મેળવી બીજી મજબુર મહિલા ભોગ ન બને તેવા હેતુથી વાત કરી હતી. જાથાના જયંત પંડયાએ પીડિતાની હકિકતની ખરાઈ કરવા ખામટા ગામે ભુવાના ઘરે ભાનુબેન ગોહિલ, પ્રકાશ મનસુખભાઈ યુવકને મોકલતા ભુવા દોરા-ધાગા, દાણા એકી-બેકી પાડવા સંબંધી પુરાવા મેળવી લીધા હતા. ભુવાએ વિધિ-વિધાનના રૂપિયા બે હજારની માંગણી કરતાં આપી દીધા હતા. ભુવાના પર્દાફાશનો માર્ગ મોકળો થયો હતો. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિરીક્ષક, એસ.પી. વિગેરેને પત્ર પાઠવી ખામટાના ભુવાના પર્દાફાશ માટે, ગુન્હો બનતો અટકાવવા પોલીસ મદદની માંગણી કરી હતી. પડધરી પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. રાજકોટથી જયંત પંડયાના નેતૃત્વમાં રોમિતભાઈ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રમેશ જાદવ, હિરેન પડધરીયા, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલ, સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા. જયાં પો. ઈન્સ. એસ. એન. પરમારને રૂબરૂ હકિકત જણાવતા તેમણે એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટે, વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ્ટે. ભારતીબા સરવૈયા, પો.કોન્સ્ટે. અશોકભાઈ વિનુભાઈ, પો.કોન્સ્ટે. સાગરભાઈ ખટાણા, પો.કોન્સ્ટે. વસંતભાઈ ભુંડિયા સહિત પોલીસ વાન જાથાને ફાળવી દીધું. જાથાના જયંત પંડયા તેની ટીમ અને પોલીસ સ્ટાફ ખામટાથી ૩ કિલોમીટર અંદર વાડી વિસ્તારમાં માતાના મઢે પહોંચી ગયા. જ્યાં ભુવો હકા દેવા મજબુર લોકો માટે વિધિ-વિધાન કરતો હતો. ભુવાના પહેરવેશમાં ઉતાર વિધિ તળાવથી પરત આવતો હતો. માતાના મઢે પરિચય આપી ભુવાને કાયમી ધતિંગલીલા બંધ કરાવવા આવ્યા છીએ. મેળવેલા પુરાવા બતાવવામાં આવ્યા. ભુવો પરિસ્થિતિ પામી તુરંત જાથાના ઘૂંટણીયે પડી ગયો. માફી માંગી હવે પછી ધતિંગ બંધની ખાત્રી આપવા લાગ્યો. ભુવાને નાગજી પુંજા સાનીયા બાબતે પુછતા વિક્રમ રૂબરૂમાં માથાકુટ કરતો હતો, તે મેં જાેયું. દોરા-જુવાર ખવડાવવા બાબતે કશું જ જાણતો નથી. મારા કુટુંબીજનો થાય છે. માથું દુઃખે તો દોરા બાંધુ છું. જુવારના દાણા, માંડવામાં ધૂણું છું, દુઃખી લોકો માટે કામ કરું છું. બે દિવસ પહેલા જાેવડાવવા આવેલા લોકો પાસે વિધિના બે હજાર લીધા છે. તેમની પાસે દસ હજાર ઉછીનાની માંગણી કરી છે. ઉતારવિધિ, શ્રીફળ, કાળું કપડું ચોકમાં મુકવાની વિધિ કરૂ છું. પોતાને આપત્તિના સમયે મચ્છુ માતા મદદે આવ્યા નહિ તેનો અફસોસ વ્યકત કરતો હતો. લોકોની માફી, કબુલાતનામું આપવા તૈયાર થઈ ગયો. કબુલાતનામામાં હું હકાભાઈ દેવાભાઈ સાનીયા, ઉ.વ. ૫૦, ધંધો રીક્ષા, લોકોના દુઃખ-દર્દ મટાડવા સાથે ભુવાપણું કરૂ છું. આજથી ઉતાર કરવું, દોરા બાંધવા, દાણા ખવડાવવા વિગેરે વિધિ-વિધાન બંધની કાયમી જાહેરાત કરી માફી માગુ છું. જાથાના ચેરમેન જયંત પંડયાને પોલીસ સ્ટેશને ભુવાની ભલામણ માટે ગામના સરપંચ, તેના સગા-સંબંધી રૂબરૂ આવ્યા હતા. તેમણે ભુવા હકા દેવાથી નારાજગી બતાવી, અમે અંધશ્રદ્ધા બંધ થાય તેની તરફેણમાં છીએ. આખું ગામ ભુવાથી નારાજ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અટકાયતી પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જાથાના પંડયાએ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ વડા, ગોંડલ ડી.વાય.એસ.પી. પડધરી પોલીસ સ્ટેશનના ઈન્સ. પરમારનો વિશેષ આભાર માન્યો હતો. વિજ્ઞાન જાથાએ ખામટાનો ભુવા હકા દેવાના પર્દાફાશમાં જાથાના રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ, હિરેન પડધરીયા, રમેશ જાદવ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ જાેડાયા હતા.