દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં વકીલ બાર એસોસિએશનની એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. ખંભાળિયા બાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ ના પ્રતિનિધિઓ માટે યોજાયેલી ખાસ બેઠકમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે વધુ એક વખત સિનિયર એડવોકેટ સંજયભાઈ જે. જાેશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કે.જે. ઉપાધ્યાય અને એસ.એ. ભંડેરી, સેક્રેટરી તરીકે એસ.એલ. માતંગ અને જાેઈન્ટ સેક્રેટરી તરીકે જે.ડી. છેતરીયા, લાઇબ્રેરીયન તરીકે એસ.એચ. જાડેજા અને ખજાનચી તરીકે આર.એમ. જામની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિતોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.