દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સોમવારે એન્થ્રોપોમએટ્રી એકસેલેન્સ પ્રોગ્રામની તાલીમ શરૂ કરવામાં આવી છે. નયારા સપોર્ટેડ પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને જે.એસ.આઈ. આર.ટી. ઈન્ડિયા સંસ્થાઓના સહયોગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. કચેરીના સંયુક્ત ઉપક્રમે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં બાળકના કુપોષણ, વજન ઊંચાઈ, વૃધ્ધી માપન, પરામર્શન વિષયો પર સહભાગીઓને પ્રશિક્ષક તાલીમ આપવામાં આવશે. આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ તાલીમ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન કરતા આ તાલીમ થકી આઇ.સી.ડી.એસ. કર્મચારીઓની કાર્યક્ષમતા વધે, લાભાર્થીઓને વધુ સારી સેવાઓ આપી શકે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સુપોષીત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા જણાવ્યું હતું.