લોહાણા મહાજન દ્વારા રવિવારે સમગ્ર લોહાણા સમાજના સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરેલ હતું. જેમાં ઉના જલારામ વાડીના મુખ્ય દાતા અને પાયાના પથ્થર એવા સ્વ. મણિલાલ વિઠ્ઠલદાસ કાનાબારના પુત્ર એવા સુધીરભાઈ મણિલાલ કાનાબાર જે હાલ લંડન વસવાટ કરતા હોવા છતાં ઉના લોહાણા મહાજનના નવનિયુક્ત પ્રમુખ ડો. મનોજ માનસેતા અને લોહાણા મહાજન તથા લોહાણા સમાજ દ્વારા ભવ્ય શાલ અને બુકે આપીને સ્વાગત કરેલ હતું. જ્યારે પોતાના પિતા સ્વ. મણિલાલ વિઠ્ઠલદાસ કાનાબારના નામે હજુ પણ યાદ કરી અને રૂપિયા ૫૧૦૦૦નો સિંહ ફાળો આપી અને લોહાણા સમાજ પ્રત્યે ગૌરવ ભરી ગદ ગદ છાતી ફૂલાવી અને યુવાનોને ઉત્સાહ વધારેલ હતો. સાથે ઉના લોહાણા મહાજન દ્વારા તમામ રઘુવંશી સમાજ માટે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ KYC કરવું સરકારના નિયમ અનુસાર ફરજિયાત થયેલ હોવાથી ઊના મામલતદાર સ્ટાફ ન સાથે અને સહકારથી કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ઉના રઘુવંશી સમાજનું ૮૦૦થી વધુ લોકોએ KYC કરાવેલ હતું.