જૂનાગઢ મયારામ આશ્રમ પાસે થયેલ ઘરફોડચોરીના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી એ.ડીવીઝન પોલીસ

0

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી, લૂંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ. જેથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નીકીતા સીરોયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ. ડીવી. પો.સ્ટે.ના વિસ્તારમાં બનતા મિલ્કત સંબધી તથા ચોરી જેવા ગુન્હાઓ ડામવા સુચના માર્ગદર્શન કરતા તેમજ એ. ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.બી. કોળીનાઓએ સર્વલન્સ પો.સ્ટાફના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.સોલંકી તથા સર્વલન્સ સ્ટાફના પો. સ્ટાફને કડક કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને એ. ડીવી. પોસ્ટે ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૪૦૧૧૭૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૫(એ), ૩૩૧(૩)(૪), ૫૪ના કામે ગયેલ મુદામાલ તથા ચોર ઇસમોને શોધી કાઢવા સુચના મળતા જે અનુસંધાને પો. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો. કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા પો.કોન્સ વીક્રમભાઇ પરમાર તથા સાજીદખાન બેલીમનાઓ સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે, તા.૮-૧૨-૨૦૨૪ના રોજ થયેલ ઘરફોડ ચોરી ગયેલ મુદામાલ સાથે બે ઇસમો કડીયાવાડના નાકે સાઉન્ડ સીસ્ટમના સાધનો વેચવા નિકળેલ હોય જે હકીકત પો. સ્ટાફ સાથે સદરહુ હકીકત વાળી જગ્યાએ જતા બે ઈસમો (૧) વીનુભાઇ મનજીભાઇ સોલંકી દે.પુ.(ઉ.વ.-૩૫) ધંધો-મજુરી રહે-જૂનાગઢ, ભવનાથ પોલીસ સ્ટેશન પાછળ ઝુપડામાં મુળ રહે. રાજકોટ લોહાનગર જીમી ટાવરની બાજુમાં અને (૨) પીયુશભાઇ કીશોરભાઇ ગોરાસવા દે.પુ.(ઉ.વ.૨૪) ધંધો-મજુરી રહે-જૂનાગઢ, ભવનાથ અગ્ની અખાડામાં મુળ રહે. કુકાવાવ ઘનશ્યામનગર મનોજ મોચીની દુકાન પાસે જી-અમરેલી સાઉન્ડ સીસ્ટમનું સાધન પાવર(એમ્પ્લીફાયર) તથા ડી.જે. મિક્ષર સાથે મળી આવતા બન્ને સાઉન્સ સીસ્ટમના સાધનોની કુલ કિ.રૂા.૬૦૦૦૦/-ની ગણી કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ મજકુર પકડાયેલ ઇસમને સદર સાઉન્સ સીસ્ટમના સાધનો બાબતે પુછપરછ કરતા મયારામ આશ્રમ પાસેથી એક મકાનના રૂમમાંથી પોતે ચોરી કરેલ હોવાનું જણાવેલ જે અંગેની આગળની ધોરણસરની કાર્યવાહી પો. સબ. ઇન્સ એ.એ.પરમાર દ્વારા કરવામાં આવી રહી છે. ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેવાની કામગીરી એ. ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.બી.કોળી તથા પો.ઇન્સ. મીતુલ પટેલ તથા પો.સબ. ઇન્સ વાય.એન. સોલંકી તથા પો.સબ.ઇન્સ એ.એ.પરમાર તથા પો.હેડ.કોન્સ ટી.બી. સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોંન્સ વિક્રમભાઇ મનસુખભાઇ તથા પો.કોંન્સ નરેંદ્રભાઇ નારણભાઇ તથા પો.કોંન્સ જુવાનભાઇ લાખણોત્રા તથા પો. કોન્સ સાજીદખાન યુસુફખાન તથા પો.કોંન્સ. જયેશભાઇ પ્રતાપભાઇ તથા પો.કોન્સ વિક્રમભાઇ નારણભાઇ તથા પો.કોંન્સ,. નિલેષભાઇ સરમણભાઇ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!