સુરેન્દ્રનગર ખાતે સ્વ. બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

0

સ્વ. બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જીલ્લા પંચાયત ગીર-સોમનાથ ક્રિકેટ ટીમનું સિલેક્શન તા.૧ર-૧ર-ર૦ર૪ના રોજ વીરપુર ક્રિકેટ ગ્રાઉન્ડ તાલાળા ખાતે રાખવામાં આવેલ હતું. આ ટીમની પસંદગીમાં જૂનાગઢના માજી ડીસ્ટ્રીકટ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી, ગીર એકેડેમીના કોચ ઘનશ્યામભાઈ જૂનાગઢ ક્રિકેટ એકેડેમીના આસી. કોચ મોઈનરઝા કુરેશી દ્વારા સિલેકશન કરવામાં આવેલ. આ સિલેકશનમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી ચૌહાણ, ડી.પી.ઓ. અશોકભાઈ પટેલ, ટીપીઓ વજુભાઈ તથા મનીષભાઈ, રાજયસંઘના ઉપપ્રમુખ હરીભાઈ વાળા તથા શ્રી રાઠોડની ઉપસ્થિતિમાં આ ટીમનું સિલેકશન કરવામાં આવેલ હતું. નાયબ વિકાસ અધિકારી ચૌહાણએ ટીમનો વિજય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પાઠવેલ છે.

error: Content is protected !!