સરકાર દ્વારા એનએફએસએ અને નોન એનએફએસએ રાશનકાર્ડ ધરાવતા તમામ નાગરિકોના ઈકેવાયસી કરવાની કામગીરી ચાલું હોય જે અનુસંધાને કોઈપણ નાગરિક ઈ-કેવાયસીથી વંચિત ન રહી જવા પામે તે માટે નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમય મુજબ નગરપાલિકા અને તાલુકા વહિવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ ઈ-કેવાયસીની કામગીરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય તો આ કેમ્પમાં વધુમાં વધુ નાગરિકોએ લાભ લેવા અને ઈ-કેવાયસી કરાવવા નમ્ર અપીલ કરવામાં આવે છે. તા.૧૭-૧ર-ર૦ર૪ અશોકવટીક, ન.પા. સંપ સાંજના ૬ થી ૯, તા.૧૮-૧ર-ર૦ર૪ સતવારા સમાજની વાડી સાંજના ૬ થી ૯, તા.૧૯-૧ર-ર૦ર૪ ગિરીરાજ નગર ન.પા. કોમ્યુનિટી હોલ સાંજના ૬ થી ૯, તા.ર૦-૧ર-ર૦ર૪ બાલકૃષ્ણનગર ન.પા. કોમ્યુનિટી હોલ સાંજના ૬ થી ૯, તા.ર૧-૧ર-ર૦ર૪ જીનીયશ સ્કૂલ, દિવાનપરા સાંજના ૬ થી ૯, તા.ર૩-૧ર-ર૦ર૪ વાલ્મિકી વાસ ગરબી ચોક મીતડી રોડ સાંજના ૬ થી ૯, તા.ર૪-૧ર-ર૦ર૪ ન.પા. કોમ્યુનિટી હોલ, શ્રીનાથજી સોસાયટી, બાપા સીતારામની મઢુલી પાસે સાંજના ૬ થી ૯ દરમ્યાન થઈ શકશે.