માંગરોળ : ટ્રાફિકને અડચણરૂપ દુકાનોના પતરા, રોડ, હોર્ડીંગ્સ સ્વૈચ્છીક દુર કરાયા

0

માંગરોળમાં ટ્રાફિકમાં અડચણરૂપ દુકાનોના પતરાં, શેડ, હોર્ડિંગસ હટાવી લેવા ન.પા. દ્વારા કરાયેલી અપીલને પગલે મોટાભાગના વેપારીઓએ સ્વેચ્છાએ જ દુકાનોના પતરાં, શેડ હટાવી લીધા હતા. જ્યારે બાકી રહેલા દુકાનદારોને ગુરૂવાર સુધીમાં દુર કરવા સુચના આપવામાં આવી છે. આગામી સમયમાં પેશકદમીઓ પણ દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું ન.પા.ના સૂત્રોએ જણાવ્યું હતું. શહેરમાં વર્ષો બાદ ન.પા. દ્વારા ટ્રાફિક માટે અડચણો દુર કરવાનો આરંભ કર્યો છે. પ્રાથમિક તબક્કામાં વેપારીઓને દુકાનથી બહુ દુર સુધી લંબાવાયેલા પતરાં, શેડને દુર કરવાની સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સોમવાર પૂર્વે જ વેપારીઓએ પતરાં હટાવી લીધા હતા અથવા તો ટુંકાવી લીધા હતા. આજે ન.પા.એ યોજેલી ડ્રાઈવમાં બે વિસ્તારમાં અડચણરૂપ એવા બે થી ત્રણ દુકાનોના બોર્ડ હટાવ્યા હતા. જ્યારે જુના તેમજ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ન.પા.ની જગ્યામાંથી પથ્થરો દુર કર્યા હતા. લાંબા સમય બાદ ન.પા. દ્વારા દબાણો દુર કરવાની થયેલી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે. તો બીજી તરફ લારી, થડાં, કેબિનો ધરાવતા નાના લોકોને રોજીરોટી માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા પણ માંગ ઉઠી છે.

error: Content is protected !!