ગુજરાત સરકાર, શિક્ષણવિભાગ, નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર, ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષકમંડળ કર્ણાવતી અને શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા દ્વારા આયોજિત ચતુર્દિવસીય રાજ્યકક્ષાની ૩૩મી શાસ્ત્રીયસ્પર્ધામાં પૂજ્યપાદ અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી સદાનંદસરસ્વતી મહારાજ શ્રી એ શ્રી શંકરાચાર્યગુરુકુલમ્ આવેલા ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરાસુંદરી લલિતા માતાજીની પૂજા કરીને છપ્પન ભોગ સાથે મહાઆરતી કરી ત્યારબાદ તેમણે ગુજરાતની વિવિધ સંસ્કૃત પાઠશાળાઓ, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોથી આવેલ વિદ્વાનો, નિર્ણાયકો, આચાર્યો, શિક્ષકો, માર્ગદર્શકો, સ્પર્ધકો, નગરજનો અને તમામ શિષ્યોને આશીર્વાદ આપીને કૃતાર્થ કર્યા હતા. આ તકે શંકરાચાર્ય મહારાજશ્રીએ જનસંદેશ આપતા જણાવ્યું કે આ સંસારમાં દરેક વસ્તુનો વિકલ્પ મળશે પણ વેદનો કોઈ વિકલ્પ નથી માટે તેની રક્ષા ખૂબજ જરૂરી છે અને તેની રક્ષા માટે જ આપણા ઋષિમુનિઓએ આપને આ વૈદિક ધર્મનો વારસો આપેલ છે તેનું રક્ષણ અને જતન દરેક ભારતીયનું પહેલું કર્તવ્ય છે. આ તકે નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરથી યતિનભાઈ ચૌધરી સંયુક્ત નિયામક (૧૦ ૨) હાજર રહેલ. છેલ્લા ત્રણ દિવસથી ચાલે રહેલ ૩૯ સ્પર્ધાઓમાથી ૨૦ સ્પર્ધાઓનું સફળ આયોજન કરાયું હતું. આવતીકાલે સમાપન સમારોહ યોજાશે. જેમાં વિજેતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને યોગ્યતા પ્રમાણે સુવર્ણ, રજત અને કાંસ્યપદકો, પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવશે. સૌથી વધુ ગુણાંક મેળવનાર સંસ્કૃત પાઠશાળાને વિજયવૈજયંતી નામક ટ્રોફી એનાયત કરવામાં આવશે.