હાલમાં ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ, ન્યુ દિલ્હી દ્વારા તા.૧૮/૧૨/૨૦૨૪ના રોજથી ખ્યાતનામ વકીલ જયંત માણેકની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે ઓખામંડળના ક્ષત્રિય વાઘેર જ્ઞાતિના પ્રથમ નોટરી પદ પ્રાપ્ત કરેલ વકીલ હોય સમગ્ર વાઘેર જ્ઞાતિનું એક પ્રકારે ગૌરવ સમાન સિધ્ધિ કહી શકાય અને અન્ય યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહેલ છે. જે નોટરી પદ મેળવવા બદલ ઠેર ઠેરથી અભિનંદનો પાઠવાઈ રહેલ છે અત્રે ઉલ્લેખનિય છે કે તેઓએ આ અગાઉ જજના પદ માટે ની લેખિત પરિક્ષા પણ પાસ કરી ચૂકેલા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓને ઓરલ ઈન્ટરવ્યુ માટે પણ કોલ મોકલવામાં આવેલ જે પણ ઓખામંડળના ક્ષત્રિય વાઘેર જ્ઞાતિનું ગૌરવ વધારતું અને શિક્ષિત યુવાનો માટે નિરાશા ત્યાગી ‘સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”, ના સિધ્ધાંત મુજબ સકારાત્મક અભિગમ અપનાવી કર્મ કરતાં રહેવા માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહેલ છે.