સહકારથી સમૃદ્ધિ’ : રાજકોટ જિલ્લામાં વિવિધ સહકારી મંડળીઓને મહાનુભાવોના હસ્તે નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરાયું

0

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દેશમાં નવરચિત ૧૦ હજાર પેક્સના ઉદઘાટનમાં રાજકોટ જિલ્લો પણ જોડાયો

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા આજે દેશભરમાં ૧૦ હજાર જેટલી કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ તેમજ મત્સ્ય સહકારી મંડળીઓનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

        ‘સહકારથી સમૃદ્ધિ’ ઝુંબેશ અંતર્ગત આજે રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ખાતે યોજાયો હતો. આ તકે સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તથા રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોના હસ્તે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહકારી મંડળીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા સી.ઓ.પી. સહાય તેમજ અન્ય લાભાર્થીઓને ૨૫ ટકા ગોડાઉન સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં સંયુક્ત રજિસ્ટ્રાર શ્રી ટી.સી. તિર્થાણીએ આભાર વિધિ કરી હતી. જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી બિમલ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેન્કના વાઈસ ચે૨મેન શ્રી મગનભાઈ વડાવીયા, જનરલ મેનેજર શ્રી વી.એમ. સખીયા, અન્ય સહકારી આગેવાનો, ખેડૂતો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

error: Content is protected !!