પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રીપાધેશ્વરી આશ્રમ ખાતે શ્રી રામ ચરિત માનસ નવાનહ પારાયણ તથા જનરલ ચેકઅપ કેમ્પનું મહંત શ્રી કરસનદાસ બાપુ (ઉપવાસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કાર્યક્રમને રૂપરેખામાં કથા પ્રારંભ તા.3/1/25 પોષ સુદ ૪ ને શુક્રવાર સવારે 10:00 કલાકે, પોથી યાત્રા સવારે શુભ ચોઘડિયે,શિવ પાર્વતી વિવાહ તા. 5/1/25 ને રવિવાર, શ્રી રામ જન્મ તા. 7/1/25 ને મંગળવાર, શ્રી રામ વિવાહ તા.9/1/25 ને ગુરૂવાર, શ્રી રામેશ્વર સ્થાપના તા.10/1/25 ને શુક્રવાર , શ્રી રામ રાજ્યાભિષેક તા.11/1/25 ને શનિવાર તથા કથા વિરામ તા.11/1/25 ને શનિવાર તથા કથા નો સમય દરરોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે જેમાં જનરલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય અંબે મલ્ટીશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પ તા. 5/1/25 ને રવિવાર ના રોજ યોજાશે જેમાં આંખ વિભાગ દાંત વિભાગ અને જનરલ ચેક અપ ના દર્દીઓને તપાસ કરવામાં આવશે અને વિનામૂલ્યે દવા આપવામાં આવશે અને કથા પૂર્ણ થયા બાદ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ કથા નો આનંદ લેવા અને જનરલ ચેકઅપ કેમ્પ નો લાભ લેવા લોકોને અહીંના મહંત શ્રી કરસનદાસ બાપુ (ઉપવાસી) ગુરુ શ્રી દલપતરામ બાપા દ્વારા અનુરોધ કરાયો છે.