કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાય
પ્રાચી તીર્થ.. સમસ્ત કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર શિક્ષણ ભવન નિર્માણ અર્થ સમસ્ત ગુજરાત કોળી સમાજ ની બેઠક શ્રી ઉમિયા ધામ સરખેજ ગાંધીનગર હાઇવે ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિદ્યાર્થીઓ ના શિક્ષણના હેતુ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આતકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યસભાના સાંસદ ડો.જસવંતસિંહ સાહેબ તથા મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તથા દેવાંભાઈ માલમ ધારાસભ્ય, ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ તથા અન્ય ધારાસભ્ય શ્રીઓ તથા ભુપતભાઈ ડાભી માંધાતા અધ્યક્ષ તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ તથા રાજુભાઈ સોલંકી માંધાતા ગ્રુપ ભાવનગર ગુજરાત રાજ્યના કોળી સમાજના મુખ્ય આગેવાનો,બહેનો, ઉપસ્થિત રહ્યા હતા કોળી સમાજના માટે શિક્ષણની માટે નું ભવન નિર્માણ અર્થ થાય તે માટે અથાગ પ્રયત્નો કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લામાં માંથી મુખ્ય આગેવાનો માં કાનાભાઈ ગઢીયા પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ તથા
ગોવિંદભાઈ બાંભણિયા અખિલ ભારતીય કોળી સમાજ ઉ. પ્રમુખ ગીર સોમનાથ ઉપસ્થિત રહ્યાં હતાં અને આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લાની આયોજન માટે ની ચર્ચા કરવામાં આવી હતી અને આ સેવા કાર્યોમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા 51લાખ નો ફાળો આપ્યો હતો…