કોંગ્રેસના અધ્યક્ષપદ સાથે પણ જાેડાયેલો છે સૌરાષ્ટ્રનાતો : ઉછરંગરાય ઢેબર ૧૯પપ થી ૧૯પ૯ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદે બિરાજમાન રહ્યા હતા
દેશની સત્તા પુનઃ પ્રાપ્ત કરવા જે પક્ષ ઝઝુમી રહ્યો છે તેવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ર૮ ડિસેમ્બરે સ્થાપન દિવસ છે. કોંગ્રેસની સ્થાપના ર૮ ડિસેમ્બર ૧૮૮પના રોજ મુંબઈ મુકામે રાષ્ટ્રીય અધિવેશનમાં થઈ હતી કે જેના મહાસચિવ-સંસ્થાપક એ.ઓ. કયુમ હતા અને મુંબઈના ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ૭ર પ્રતિનિધિઓની હાજરીમાં થઈ હતી. આવા ૧૩૯ વરસનો દમદાર ઈતિહાસ ધરાવતી કોંગ્રેસને આઝાદી પહેલા અને આઝાદી પછીના થોડા વર્ષો સુધી સોમનાથ વિસ્તારમાં હતો કે તે જમાનામાં કોંગ્રેસના કાર્યકરો સમર્પિત હતા. ખાદી ટોપી, ધોતી, બંડી, ઝબ્બો વણલખ્યા સિધ્ધાંત મુજબ પહેરતા અને સોમનાથની શેરીઓમાં એ વખતે સુત્ર ગાજતું કે બે બળદની જાેડી, કોઈ ન શકે તોડી તે જમાનામં કોંગ્રેસનું નિશાન બે બળદની જાેડી હતી. તે જમાનામં પ્રજા વધુ નિરક્ષર હતી પરંતુ કોંગ્રેસ પકડ અને બ્રાન્ડ એવી મજબુત હતી કે ગામમાં ઈન મીન અને તીનની જ વસ્તી હોય છતાં કોંગ્રેસના નામે જીતી જતા. કોંગ્રેસના પ્રધાન ફકત પ્રશંગોપાત જ આવતા પરંતુ તેના નામ અને ખાતા એટલીસ્ટ ભણેલ-ગણેલ લોકોને મોઢે રહેતા નેતાઓ ચૂંટણી સમયે હેલીકોપ્ટરમાં આવતા તે સમયે હેલીકોપ્ટર કૌતુક હતું. જે જાેવા ગામના બાળકો સાથે સપરિવાર અધરીયું જાેા ઉમટતા.
વર્ષ ૧૯પપથી ૧૯પ૯ સુધી સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર ત્રણ ટર્મ સુધી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સુપેરે જવાબદારી નિભાવી હતી. એમ કહેવાય છે કે ખુદ જવાહરલાલ નહેરૂએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે ઉછરંગભાઈ ઢેબરનું નામ પસંદ કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે ૧૯ર૪માં મહાત્મા ગાંધીજી બાદ ઢેબરભાઈ જ એક એવા સૌરાષ્ટ્રીયન હતા જે રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા એટલું જ નહી કદાચ ઢેબરભાઈ એવા છેલ્લા નેતા હતા કે જેના પછી ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતા બન્યાનું સાંભળ્યું નથી. કદાચ ઈતિહાસ નોંધમાં એ છેલ્લા સૌરાષ્ટ્રના નેતા હશે. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ તેમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું અને તામિલનાડુમાં ભરાયેલ ૧૯પપમાં કોંગ્રેસ અધિવેશનમાં તેમને તે તાજ પહેરાવવામાં આવ્યો હતો. મજાની વાત એ પણ છે કે ઢેબરભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તે વખતે તેઓ કારોબારીના સભ્યો પણ ન હતા છતાં પક્ષે તેમને સુકાન સોંપવાનો નિર્ણય કર્યો હતો.