અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન(આફમી)દ્વારા ૩૪મો ઇન્ટરનેશનલ કન્વેન્શન અને ગાલા એવૉર્ડનો બે દિવસીય કાર્યક્રમ તારીખ ૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ ડો.નાકાદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજ નંદાસણ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં દેશભરના વિવિધ રાજ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે
અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ફ્રોમ ઇન્ડિયા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ ગાલા એવોર્ડ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા આફમીના આગેવાનોએ જણાવ્યું હતું કે, દેશના ૧૮ રાજ્યના ૯૩ જેટલા એસએસસી અને એચએસસીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેમાં ગુજરાતના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ સંદર્ભે અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન(આફમી)ના ડા. અબ્દુલ રહેમાન નાકાદારે જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમોનું શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના હેતુથી ૧૯૮૮માં સંસ્થાની સ્થાપના કરી હતી.ડૉ. નાકાદર ઇન્સ્ટિટ્યૂટ ઑફ નોલેજ ડૉ. નાકાદર ચેરિટેબલ ટ્રસ્ટનું એક એકમ કડી તાલુકા,નંદાસણ ગામમાં કાર્યરત છે,જે એક અનન્ય શિક્ષણ અંગ્રેજી માધ્યમ સંસ્થા છ.ે જે નર્સરીથી ધોરણ ઠૈંૈં સુધીના બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.
તેમણે જણાવ્યું હતું કે,છેલ્લા ૩૨ વર્ષથી તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ આગળ વધારવા શિષ્યવૃત્તિ તેમજ લોન સહાય સંસ્થા તરફથી પુરી પાડવામાં આવે છે. એટલુંજ નહીં પરંતુ બાળકો ર્સ્વનિભર બને તે હેતુંથી ટેકનિકલ અભ્યાસક્રમો ,વોકેશનલ ગાઈડ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન(આફમી)ના ઉદ્યોગપતિ- બાબુભાઈ,પ્રોફેસર ડો. લુકમાન ખાન, વાયુસેનાના નિવૃત્ત માંેહમદ અલી કુરેશી,માંેહમદ શફી લોખંડવાલા વગેરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આજે શિક્ષણ ઇન્સ્ટિટ્યૂટમાં હિજાબ, દાઢી સહિતના જે પ્રશ્નો ઉભા થયા છે તે સમસ્યાનો સમાધાન લધુમતીઓએ પોતાની ઇન્સ્ટિટયૂટ ઊભી કરવાની જરૂર છે તેમાં તમામ પ્રશ્નોના સમાધાન થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે,જે બાળક મદ્રેસા,દારૂલઉલુમ જેવી સંસ્થામાં અભ્યાસ કરે છે,તે પછી એ બાળક મોર્ડન એજ્યુકેશનમાં આવશે તો તેં પ્રમાણિકતા થી પોતાની ફરજ બજાવશે . દેશમાં કયાય પણ બહાદુરીપૂર્વક કામ કરી કોઈની જાન બચાવી હશે તેવા બહાદૂરોનું પણ રોકડ ૫૦હજારનો પુરસ્કાર આપી સન્માનિત કરવાનું ભગીરથ કામ પણ સંસ્થાએ ઉપાડ્યું છે.