જૂનાગઢ ખોડલધામ યુવા સમિતિ દ્વારા નિરાશ્રિત લોકોને નિઃશુલ્ક ધાબળા વિતરણ

0

જૂનાગઢ શહેરની ખોડલધામ યુવા સમિતિના સદસ્યો દ્વારા જૂનાગઢ શહેરમાં વિવિધ જગ્યાએ ઘર પરિવારથી વિમુક્ત એવા નિરાશ્રિત વ્યક્તિઓ રેલવે સ્ટેશન કે જાહેર સ્થળોએ પોતાનું આશ્રય સ્થાન બનાવીને રહેતા હોય છે, ત્યારે આવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીનો સામનો કરવા માટે કોઈ સાધન કે પાગરણ ન હોય તે આ ઠંડીમાં યાતના સભર ઠુઠવતા હોવાનું જાણવા મળતા ખોડલધામ યુવા સમિતિના યુવાનો દ્વારા તાકીદે ધાબળાનું વિતરણ કરવા કાર્યક્રમ કર્યો હતો. આશરે ૪૦ જેટલા યુવાનો શહેરના વિવિધ રાજમાર્ગો ,રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે ભવનાથ, જ્યાં અનુકૂળ જગ્યા હોય ત્યાં આશ્રય સ્થાન લઈને શિયાળાનો સામનો કરતા આવા લોકોને સહાયરુપ બનવા રાત્રીના સમયે ધાબળા ઓઢાડીને માનવતાની સુવાસ ફેલાવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે રેલ્વેસ્ટેશન, બસસ્ટેશન, મોતીબાગ, ભવનાથ, ટીંબાવાડી, ઝાંઝરડા રોડ, મોતીબાગ, કાળવા વિસ્તારમા ખુલ્લામા સુતેલા જરૂરિયાત મંદ લોકોને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, સંજય પાદરીયા, જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર પરેશભાઈ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ યુવા સમીતી જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રેલ્વેસ્ટેશન, બસસ્ટેશન, મોતીબાગ તથા ભવનાથ વિસ્તારમા કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં સુતેલા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે યુવાસમિતિના અભય રીબડીયા, રવિ રૈયાણી, કુલદીપ સુર્યા, મેહુલ સાવલિયા સહિતના ૪૦ જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!