જુડીયે દેશ કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન સે, એક કદમ સ્વસ્થ ભારત કી ઓર” થીમ અન્વયે “દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન”માં રાજકોટ ખાતે ૧૩૫ સી.આઈ.એસ.એફ. કર્મયોગીઓની શારીરિક પ્રકૃતિની તપાસ કરાઈ

0

એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ રાજકોટ ખાતે ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપ સિરસ્વાના અધ્યક્ષસ્થાને ‘દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન’ અન્વયે સેના કર્મીઓનું આયુર્વેદિક શરીર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

        ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા “જુડીયે દેશ કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન સે, એક કદમ સ્વસ્થ ભારત કી ઓર” થીમ અન્વયે “દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. જે આયુર્વેદને પ્રોત્સાહન આપવા અને વ્યક્તિગત આયુર્વેદિક પ્રકૃતિને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં રાજકોટ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજના ડોકટરો દ્વારા ૧૩૫ સી.આઈ.એસ.એફ.ના કર્મયોગીઓની “પ્રકૃતિ પરીક્ષણ” એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓની શારીરિક પ્રકૃતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

        આ તકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગઢિયા, ડો. મલય પાઠક, ડો. ઇમ્તિયાઝ શેખ, ડો. સમીર ગઢિયા અને શ્રી ઉર્મિલાબેન ગોરિયા અને અન્ય  સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

error: Content is protected !!