ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ વિજેતાઓને સન્માનિત કરાયા
ઓલ ઇન્ડિયા કલરિંગ એન્ડ હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન નેશનલ લેવલની પરીક્ષાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. આ મહત્વની પરીક્ષામાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્રો હાંસલ કર્યા હતા. જેણે સંસ્થાના પ્રમુખ ફાધર બિનોય અને શાળાના ફાધર બેની જાેસેફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ ફાધર બિનોયના હસ્તે મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.