'અધિક જેઠ માસ' નિમિત્તે દાદાને મોતી-ગુલાબની પાંખડીના દિવ્ય વાઘાનો સિંહાસને ઓકિર્ડ-મોગરો-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગાર અને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો

'અધિક જેઠ માસ' નિમિત્તે દાદાને મોતી-ગુલાબની પાંખડીના દિવ્ય વાઘાનો સિંહાસને ઓકિર્ડ-મોગરો-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગાર અને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.3
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' અંતર્ગત હોળી ઉત્સવ નિમિત્તે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 03-06-2026, બુધવારેના  દાદાને મોતી-ગુલાબની પાંખડીના દિવ્ય વાઘાનો સિંહાસને ઓકિર્ડ-મોગરો-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગારના અદ્ભુત સ્વરૂપના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.મંદિરના ગર્ભગૃહમાં દાદાની આસપાસ આકર્ષક પુષ્પો ગુલાબી, વાદળી, સફેદ અને જાંબલી રંગના તાજા ફૂલો વડે તેમજ કલાત્મક રીતે કેળના પાનનો ઉપયોગ કરી શણગાર કરાયો હતો, મોર, કમળની પ્રતિકૃતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અથાણાંનો અન્નકૂટ તેમજ મીઠાઈનો છપ્પન ભોગ અન્નકૂટ ધરવાયો હતો. શણગાર આરતી: સવારે 05:45 કલાકેપૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે.ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજે રાજોપચાર પૂજનનું સાંજે 5:00 થી 7 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.