અંબાજી મંદિરનાં બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના પરીવાર દ્વારા ભીડભંજન મહાદેવ મંદિરે અનુષ્ઠાન કરાયા

અંબાજી મંદિરનાં બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના પરીવાર દ્વારા ભીડભંજન મહાદેવ મંદિરે અનુષ્ઠાન કરાયા

(પ્રતિનિધિ દ્વારા)
 જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત પૂજ્ય તનસુખ ગીરીબાપુના પરિવાર દ્વારા ભીડભંજન મહાદેવ મંદિર ખાતે નવરાત્રીના અનુષ્ઠાન કરી રહેલા પૂજ્ય બાપુના પરિવારજનોમાં કુંદનગીરી બાપુ અને દુષ્યંતગીરીએ માતાજીની નવ દિવસ આરાધના કરી અને માતાજીનું અનુષ્ઠાન કરેલ હતું ગઈકાલે આઠમના પાવન દિવસે માતાજીના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરાયું હતું અને આજુબાજુની ગરબી મંડળની બાળાઓને યથાયોગ્યપ્રસાદ અને ભેટ અર્પણ કરાઈ હતી અને બાપુની પરંપરા મુજબ એમના પરિવારે જાળવી હતી.