જૂનાગઢ લોહાણા મહાજનનું ત્રિવાર્ષિક સંમેલન મળ્યું : હોદેદારોની થયેલ વરણી

જૂનાગઢ લોહાણા મહાજનનું ત્રિવાર્ષિક સંમેલન મળ્યું : હોદેદારોની થયેલ વરણી

જૂનાગઢ તા.20
જૂનાગઢ લોહાણા મહાજન વાડી ખાતે  લોહાણા મહાજનનું ત્રિવાર્ષિક સંમેલન ખુબ જ ઉત્સાહભેર યોજવામાં આવેલ હતું. લોહાણા મહાજન મોવડી મંડળની મળેલી અગત્યની બેઠકમાં હોદેદારોની સર્વાનુમને વરણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલી આ બેઠકમાં મોવડી મંડળનાં સભ્યો, જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. અને લોહાણા મહાજનનાં હોદેદારોની વરણીનું કાર્ય સફળતા પૂર્વક સંપન્ન થયું હતું.
લોહાણા મહાજનનાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ લીલાધરભાઈ મશરૂની વરણી થઈ હતી. જયારે ઉપપ્રમુખ તરીકે પુજાબેન કારીયા, હિંમાશુભાઈ કારીયા, દિપકભાઈ રાજાની વરણી થઈ હતી. મહામંત્રી તરીકે અશોકભાઈ સીરોદરીયા, મંત્રી તરીકે સંજયભાઈ ચોલેરા, સહમંત્રી તરીકે નિલેશભાઈ દેવાણી, ખજાનચી તરીકે મુકેશભાઈ ચંદારાણા તેમજ ઈન્ટરનલ ઓડીટર તરીકે જયેશભાઈ પોપટની વરણી થઈ હતી. જયારે બંધારણ સમીતીનાં અધ્યક્ષ તરીકે નંદલાલભાઈ ચોલેરા તેમજ સભ્ય તરીકે જીગ્નેશભાઈ ભીમજીયાણી, ખુશાલભાઈ તન્ના, પ્રેમલભાઈ દત્તા, યતીનભાઈ કારીયા, પ્રતિભાબેન નાગ્રેચા, શિલ્પાબેન ચાગલાણી, મીનાબેન ચગ, પંકજભાઈ ભટેચા, પરેશભાઈ કારીયા, સમીરભાઈ રાજાની વરણી કરવામાં આવી હતી. જયારે મોવડી મંડળનાં સભ્ય તરીકે રસીલાબેન નરોતમભાઈ સોઢા, અશ્વિનભાઈ એ. મણીયાર, પ્રવિણભાઈ પરમાણંદભાઈ રૂપારેલ, મહેશભાઈ બી. લાખાણી, શૈલેષભાઈ સી. રૂપારેલીયા, મનીષભાઈ જે. નાગ્રેચાની વરણી કરવામાં આવી હતી. લોહાણા મહાજનનાં હોદેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આ તકે જ્ઞાતિનાં ઉત્કર્ષ તેેમજ સંગઠન સહીતની કામગીરી ખુબ જ સારી રીતે થાય તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. નવનિયુકત હોદેદારોને ઉપસ્થિત જ્ઞાતિજનોએ આવકારી અને શુભકામનાઓ પાઠવી હતી.