વૈષ્ણોદેવી યાત્રા સતત ત્રીજા દિવસે સ્થગિત : કટરામાં 45 હજાર યાત્રાળુઓ ફસાયા
કટરા તા.20:
જમ્મુ-કાશ્મીરમાં બદલાતા હવામાનને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરે જતા શ્રદ્ધાળુઓની યાત્રા ખોરવાઈ ગઈ છે. સતત પડી રહેલા ભારે વરસાદ અને સુરક્ષા ચિતાઓને કારણે, વૈષ્ણોદેવી યાત્રા સતત ત્રીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાન અને ભૂસ્ખલનના ભયને કારણે, દેશભરના 40,000 થી 45,000 યાત્રાળુઓ કટરા સ્થિત બેઝ કેમ્પમાં ફસાયેલા છે અને યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કર્યાને બે દિવસથી વધુ સમય વીતી ગયો છે. સતત વરસાદ અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ વહીવટીતંત્રે હાલમાં યાત્રા ફરી શરૂ ન કરવાનો ર્નિણય લીધો છે.


