અમેરીકામાં ઓહાયો સ્થિત સ્વામીનારાયણ મંદિર પર હુમલો : બારીઓના કાચ તોડયા
(એજન્સી) ઓહીયો તા.૦૩:
અમેરિકાના ઓહાયો સ્થિત સ્વામીનારાયણ મંદિર પર કોઈએ ઈંટો તથા પથ્થરોથી હુમલો કરતા મંદિરોની બારીના કાચ તૂટી ગયાના વડતાલ ધામ હેઠળ આવતા આ મંદિર પર શુક્રવારે બપોરે ૧.૩૦ વાગ્યે આ ઘટના બની હતી.
કોઈ વ્યક્તિએ ઈંટો-પથ્થરોનો ભારે મારો ચલાવીને અનેક બારીઓના કાચ તોડી નાસી ગયા હતા. મંદિરમાં તે સમયે પુજારીઓ તથા થોડા શ્રદ્ધાળુઓ હતા. જેઓ બહાર દોડી આવ્યા પણ હુમલાખોરો નાસી છુટવામાં સફળ રહ્યા હતા.
હવે મંદિરના સીસીટીવી ચકાસી હુમલાખોરની ઓળખ નિશ્ચિત કરવા પ્રયાસ છે. આ અંગે સ્થાનિક પોલીસ ઉપરાંત એફબીઆઈને પણ જાણ કરાઈ છે. અહી આ પ્રથમ વખત હેટ ક્રાઈમની ઘટના બની છે.
અમેરિકાએ અગાઉ પણ હિન્દુ મંદિરો આ રીતે નિશાન બન્યા છે પણ તપાસમાં કોઈ મોટી સફળતા મળી નથી.


