કટ્ટરપંથી કો-પાયલટની ઓળખ ઓમાનના રહેવાસી હમામ અલ-હમામી તરીકે થઈ

અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવીત ફલાય દુબઈના કો-પાયલટનો ઈરાદો ઈઝરાયલમાં વિમાન ક્રેશ કરાવવાનો હતો

કટ્ટરપંથી કો-પાયલટની ઓળખ ઓમાનના રહેવાસી હમામ અલ-હમામી તરીકે થઈ

(એજન્સી)             દુબઈ તા.૦૩
દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઇલટની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. તે ઓમાનનો રહેવાસી છે. સાઉદી અરેબિયાની ન્યૂઝ એજન્સી અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ, તે લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો, જ્યાં તેના કટ્ટરપંથી વિચારોના પ્રભાવિત હોવાની વાત સામે આવી છે. ઇઝરાઇલની ચેનલ ૧૨ના અહેવાલ મુજબ, તપાસકર્તાઓને તેના પર અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત હોવાના પુરાવા મળ્યા છે. આઇ૨૪ ન્યૂઝે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે પૂછપરછ દરમિયાન અલ-હમામીએ જણાવ્યું હતું કે તે વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરાવવા માંગતો હતો.
સાઉદી અરેબિયાની સમાચાર એજન્સી, અલ અરેબિયા અનુસાર, તે લાંબા સમયથી સીરિયામાં રહેતો હતો, જ્યાં તે કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત હોવાનું કહેવાય છે.
હુમલા પહેલાં પણ તેના વલણને લઈને સવાલો ઊભા થયા હતા. સીએનએનના અહેવાલ મુજબ, ૨૦૨૪માં તેને ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનમાં પાઇલટ તાલીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરલાઇનમાં બીજી જવાબદારી સોંપવામાં આવી હતી. આશરે ૮ મહિના પહેલાં તે ફ્લાય દુબઈ સાથે જોડાયો હતો. ૩૦ સપ્ટેમ્બરે તેણે ફ્લાઇટના કોકપિટમાં કેપ્ટન મચ્છર પર છરીથી હુમલો કર્યો હતો.