આગામી સપ્તાહે ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરીકા વચ્ચે વાતચીત થવાની શકયતા

આગામી સપ્તાહે ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરીકા વચ્ચે વાતચીત થવાની શકયતા

ઈસ્લામાબાદ તા.9
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે આવતા અઠવાડિયે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, બંને દેશો મધ્યસ્થીઓ દ્વારા એક સમજૂતીના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે, જેનાથી એક મહિના સુધી ચાલનારી ઔપચારિક વાટાઘાટોનો માર્ગ ખુલી શકે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા તરફથી પ્રસ્તાવિત 14 મુદ્દાવાળા ડ્રાફ્ટમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઓછો કરવા અને ઈરાનના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને કોઈ બીજા દેશમાં મોકલવા જેવા મુદ્દાઓ શામેલ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને ઈરાન તરફથી જલ્દી જવાબ મળવાની આશા છે. જો વાતચીત આગળ વધી તો યુદ્ધવિરામને વધુ લંબાવી શકાય છે.