સોમવારે સોમનાથના સાનિધ્યમાં વડાપ્રધાન મોદીનો રોડ-શો યોજાશે : ભવ્ય તૈયારીઓ

સોમવારે સોમનાથના સાનિધ્યમાં વડાપ્રધાન મોદીનો રોડ-શો યોજાશે : ભવ્ય તૈયારીઓ

વેરાવળ, તા. 9:
આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં, આસ્થા અને અસ્મિતાને ડગાવી શકયા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે.
એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં યોજી હતી. આ અવસરે શિક્ષણ મંત્રી  ડો. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયા, સાંસદ  રાજેશ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કૃષિમંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ ઉભું છે.