વ્યારા શહેરની કંપનીમાં ઓઈલ ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન ટેન્કરમાં થયો બ્લાસ્ટ
તાપી જીલ્લાના વ્યારા શહેરમાં આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ફર્નેસ ઓઇલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે જેમને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જોકે બ્લાસ્ટ બાદ ફાયર વિભાગની ટીમે તત્કાળ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ બ્લાસ્ટ થવાનું કારણ હજુ અકબંધ હોય તેમજ વ્યારા પોલીસે આ અંગે જાણવાજોગ ફરિયાદ નોંધીને ફોરેન્સિક વિભાગની મદદથી વિશેષ તપાસ હાથ ધરી છે.


