ઈરાન પર હુમલા ચાલુ રાખવાની સાઉદી અરબ, યુએઈ, કવૈત, બહેરીને ટ્રમ્પને વિનંતી કરી

ઈરાન પર હુમલા ચાલુ રાખવાની સાઉદી અરબ, યુએઈ, કવૈત, બહેરીને ટ્રમ્પને વિનંતી કરી

(એજન્સી)   નવી દિલ્હી,તા.૩૧:
સાઉદી અરેબિયા અને યુએઈની આગેવાની હેઠળ અમેરિકાના ગલ્ફ દેશોના સાથીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવા દબાણ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકન અને ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગલ્ફ દેશો દલીલ કરે છે કે એક મહિનાના હવાઈ હુમલા છતાં, તેહરાનનું ધામિર્ક શાસનનો હજુ સુધી સંપૂર્ણપણે અંત થયો નથી.
યુદ્ધની શરૂઆતમાં પૂરતી માહિતીના અભાવથી ગુસ્સે થયેલા આ દેશો હવે આને તેહરાનના નેતૃત્વને કાયમી ધોરણે હરાવવાની ઐતિહાસિક તક તરીકે જુએ છે. સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને બહેરીને ખાનગી વાતચીતમાં કહ્યું છે કે તેઓ ઈરાની નેતૃત્વમાં મોટો ફેરફાર ન થાય ત્યાં સુધી લશ્કરી કાર્યવાહી બંધ કરવા માંગતા નથી. આ માંગ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ પોતે યુદ્ધ વધારવા અને સમાધાન સુધી પહોંચવા વચ્ચે અટવાયેલા છે, ભલે અત્યાર સુધીમાં3,000 થી વધુ લોકો માર્યા ગયા હોય.
રવિવારે સાંજે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, સાઉદી અરેબિયા સખત બદલો લઈ રહ્યું છે. કતાર બદલો લઈ રહ્યું છે. યુએઈ બદલો લઈ રહ્યું છે. કુવૈત બદલો લઈ રહ્યું છે. બહેરીન બદલો લઈ રહ્યું છે.