જીવન જરૂરી ચીજવસ્તુઓમાં કમ્મરતોડ ભાવવધારો આવી રહ્યો છે : દુધ, કરીયાણુ, સારવાર મોંઘી બનશે

યુધ્ધની જ્વાળા ઘરો સુધી પહોંચી ગઈ : મોંઘવારીનો બોમ્બ ફુટશે

જીવન જરૂરી ચીજવસ્તુઓમાં કમ્મરતોડ ભાવવધારો આવી રહ્યો છે : દુધ, કરીયાણુ, સારવાર મોંઘી બનશે

(એજન્સી)     નવી દિલ્હી તા.૩૧
પશ્ચિમ એશિયામાં વધતા તણાવે કંપનીઓની ચિંતાઓ વધારી દીધી છે. ક્રૂડ ઓઇલ અને અન્ય કાચા માલની કિંમતો વધવાથી ખર્ચ વધી રહ્યો છે અને કંપનીઓ ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. બોટલનું પાણી, મીઠું, તેલ જેવી રોજિંદી વસ્તુઓ, છઝ્ર, ફ્રિજ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી લઈને નોન-સજિર્કલ મેડિકલ આઈટમના ભાવ વધી શકે છે.
કારણ એ છે કે આ યુદ્ધે પ્લાસ્ટિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા ૩૦ દિવસમાં કાચા માલના ભાવ ૫૦-૭૦ ટકા સુધી વધી ગયા છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક દાણા LDPEના ભાવ ૧૧૦ રૂ/કિલોથી ૧૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
અન્ય પોલિમર અને રો મટિરિયલમાં પણ ૩૦ હજારથી ૭૦ હજાર રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો થયો છે. આવી સ્થિતિમાં, એપ્રિલમાં પ્લાસ્ટિકની કિંમતો ૫૦-૬૦% સુધી વધી શકે છે. પ્લાસ્ટિકની ટાંકીઓ અને કન્ટેનરના ભાવ ૩૦-૪૦ ટકા સુધી વધવાની આશંકા છે.
ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ સુનીલ શાહ કહે છે કે પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે ૫ાંચ લાખ લોકો જોડાયેલા છે. સંકટ વધશે તો બે-ત્રણ લાખ લોકો બેરોજગાર થઈ શકે છે. અમારી માંગ છે કે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ પર ૧૮% GST ઘટાડીને ૫% કરવામાં આવે. બેંકો ર્વકિંગ કેપિટલ લિમિટ ૨૦% સુધી વધારી દે આનાથી કેશ ફ્લોની સમસ્યા દુર થશે.