કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.183નો ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.183નો ઘટાડો

(એજન્સી)         નવીદિલ્હી તા.1
આજે જુલાઈ મહિનાના પ્રથમ જ દિવસે દેશવાસીઓને મોટી ખુશખબર આવી છે. સરકારે 19 કિલોવાળા કોમશિર્યલ સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયા સુધીનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી હવે તેનો ભાવ રૂ.2930 થઈ ગયો છે જે પહેલા રૂ.3,113.50 હતો. 14.2 કિલોવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષે પહેલીવાર કોમશિર્યલ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જાન્યુઆરી 2026માં દિલ્હીમાં તેનો ભાવ 1691.50 રૂપિયા હતો, જે જૂનમાં વધીને લગભગ બમણો થઈ ગયો. માર્ચ 2026માં બે વાર તેના ભાવ વધ્યા. 1 માર્ચે કોમશિર્યલ સિલિન્ડર 28 રૂપિયા તો 7 માર્ચે 114.50 રૂપિયા મોંઘો થઈ ગયો. મે મહિનામાં તેના ભાવમાં 993 રૂપિયાનો મોટો વધારો થયો અને દિલ્હીમાં કિમત સીધી 3071.50 રૂપિયા પર પહોંચી ગઈ. 1 જૂને તે 42 રૂપિયા મોંઘો થઈ ગયો.